Saturday, March 15, 2025
HomeInternationalએટલાન્ટાની ગોકુલધામ હવેલીના કલ્ચરલ પ્રોગ્રામ ‘નમસ્તે-2023’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

એટલાન્ટાની ગોકુલધામ હવેલીના કલ્ચરલ પ્રોગ્રામ ‘નમસ્તે-2023’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. એટલાન્ટા: અમેરિકાના એટલાન્ટા (Atlanta) સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી(Gokuldham Haveli) ખાતે વાર્ષિક કલ્ચરલ પ્રોગ્રામ ‘નમસ્તે-2023’ આનંદ-ઉલ્લાસ સાથે યોજાયો હતો. આ પ્રોગ્રામમાં ગોકુલધામ વિદ્યાલયમાં અભ્યાસ કરતા 100 થી વધુ બાળકો તેમજ ગોકુલધામ યુથ ગ્રૂપના સ્વંયસેવકોએ કલાકાર બનીને વિવિધ થીમ ઉપર જબરદસ્ત પર્ફોમ કરી દર્શકોની વાહવાહી મેળવી હતી. ગોકુલધામના નમસ્તે-2023 પ્રોગ્રામને નિહાળવા જગદગુરુ હોલમાં 400 થી વધુ દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.

અમેરિકાની ધરતી ઉપર ભારતીય સમુદાય માટે એટલાન્ટાની ગોકુલધામ હવેલી છેલ્લા 5 વર્ષથી આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર બની છે. આ ગોકુલધામ હવેલીમાં ધાર્મિક અને આદ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે બાળકોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રાખવા માટે દર રવિવારે ગોકુલધામ વિદ્યાલય શરૂ કરાયું છે. જેના દ્વા્રા બાળકોને ગુજરાતી ભાષા ઉપરાંત હિન્દુ ધર્મ, રામાયણ, ભગવદ્ ગીતા, પુષ્ટિ સંપ્રદાય વિશે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ શિક્ષણમાંથી શીખવા મળેલા જ્ઞાનને આધારરૂપ ગોકુલધામ હવેલી-વિદ્યાલયનો વાર્ષિક કલ્ચરલ પ્રોગ્રામ ‘નમસ્તે-2023’ નું જાન્યુઆરીમાં આયોજન થયું હતું.

- Advertisement -

દર્શકોથી ખીચોખીચ ભરાયેલા ગોકુલધામના જગદગુરુ હોલમાં સતત 3 કલાક સુધી નમસ્તે-2023 પ્રોગ્રામ નોન સ્ટોપ યોજાયો હતો. ‘નમસ્તે-2023’ પ્રોગ્રામમાં ગોકુલધામ વિદ્યાલયના 100 થી વધુ બાળકો તેમજ યુથ ગ્રૂપના 30 વધુ સ્વયંસેવકોએ એક મહિનાની પ્રેક્ટિશ કરીને નિપુણ કલાકાર તરીકે ભાગ લઇ કાબિલેદાદ બેસ્ટ પર્ફોમન્સ રજૂ કરી મહાનુભાવો અને દર્શકોની શાબાશી અને વાહવાહી મેળવી હતી. ગોકુલધામના ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાએ સૌ કલાકારોની ધગશ અને મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ગોકુલધામ વિદ્યાલયના સ્વયંસેવક ટીચર્સ તેમજ પેરેન્ટ્સના સહયોગને કારણે નમસ્તે પ્રોગ્રામ સફળ બન્યો હોવાનું ગૌરવપૂર્વક જણાવ્યું હતું. ગોકુલધામના નમસ્તે કાર્યક્રમને નિહાળવા મહાનુભાવો ગ્વીનેટ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્નિ ઓસ્ટીન ગેટ્સોન, લોરેન્સવિલ સિટી કાઉન્સિલ મેમ્બર ઓસ્ટિન થોમ્પસન તેમજ ગ્વીનેટ કાઉન્ટીના પૂર્વ કમિશનર માર્લિન ફોસ્કયૂ ઉપસ્થિત રહ્યા હતા.

નમસ્તે-2023 ના પ્રોગ્રામમાં ગોકુલધામ વિદ્યાલયના બાળકોએ રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતાની થીમ ઉપર વિવિધ પર્ફોમન્સ રજૂ કર્યા હતા. આ ઉપરાંત ક્લાસિકલ ડાન્સ, બોલીવુડ ડાન્સ અને એવરગ્રીન બોલીવુડ ફિનાલે દ્વારા બાળકો તેમજ યુથ ટીમના સ્વયંસેવકોએ મનોરંજન પીરસી દર્શકોને 3 કલાક જકડી રાખ્યા હતા. ગોકુલધામ વિદ્યાલયના 100 બાળકોએ ભગવાન વિષ્ણુના વરાહ અવતાર, મત્સ્ય અવતાર, નરસિંહ અવતાર, કૂર્મ અવતારનું આકર્ષક વેશભૂષા સાથે આબેહૂબ પરર્ફોમન્સ રજૂ કર્યું હતું. ગોકુલ નૃત્યરાજ એકેડેમીના ક્ક્ષા પટેલ અને મૌલી શાહે ભરત નાટ્યમ નૃત્ય રજૂ કર્યું હતું.

નમસ્તે પ્રોગ્રામને સફળ બનાવવા માટે સ્ક્રીપ્ટ રાઇટર અમી પટવા, સ્ક્રીપ્ટ એડિટર દિપીકા પટેલ, પોપ્સ એન્ડ કોન્સ્ચ્યુમ ડૉ.હિરલ પટેલ, આસ્થા દલાલ, હરિત પટવા, આત્મય તલાટી, સમીર શાહ, જીતેશ સંપત, નિલેશ કલાસીયા, સુહાસ શેઠ, પ્રિયાંક પરીખ, સુદીપ શેઠનું યોગદાન રહ્યું હતું. આ ઉપરાંત ગોકુલધામ વિદ્યાલયના ટીચર્સ જલ્પા પટેલ, રોશની શાહ, અર્ચના શાહ, કિન્નરી અમીન, પૂર્વી સંપત, નિધિ સુરેજા, અવની જાંબુડી, અમી પરીખ, તેમજ કો-ઓર્ડિનેટર કરણ શાહ, હિતેન ધોળકીયા, જીગેશ પરીખ તેમજ ઓડિયો-વિડિયો માટે હિતેશ પંડિત, કેતુલ ઠાકર, આર્ષ તલાટીએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -

(સાભાર: દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા )

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular