Sunday, June 21, 2026
HomeGujaratવડોદરાઃ બ્રાઈટ ડે સ્કૂલ જોખમી બનતા વિદ્યાર્થી પર પંખો પડ્યાનું સામે આવતા...

વડોદરાઃ બ્રાઈટ ડે સ્કૂલ જોખમી બનતા વિદ્યાર્થી પર પંખો પડ્યાનું સામે આવતા 1 વર્ષ અને 8 મહિના પછી થઈ ફરિયાદ

- Advertisement -

નવજીવન વડોદરાઃ વડોદરાના ભાયલી ખાતે આવેલી બ્રાઈટ ડે શાળાના ક્લાસરૂમમાં સીલીંગ ફેન તૂટી પડતાં 10 વર્ષના એક વિદ્યાર્થીને માથા પર ઈજા થઈ હતી. જે તે સમયે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં હોસ્પિટલમાં તેને 8 ટાંકા આવ્યા હતા. જે સંદર્ભે ગુજરાત રાજ્ય માનવ આયોગ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસને કડક કાર્યવાહી કરવા કહ્યું હતું. હવે આ મામલે વડોદરા તાલુકા પોલીસે વિદ્યાર્થીની સુરક્ષા મામલે બેદરકારીને પગલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.






બાબત વર્ષ 2020ની છે જ્યારે 14મી ફેબ્રુઆરીએ ભાયલ વિસ્તારમાં આવેલી બ્રાઈટ ડે સ્કૂલમાં ધોરણ 3નો ક્લાસ ચાલુ હતો. તે સમયે શિક્ષક પણ ક્લાસરૂમમાં હતા અને વિદ્યાર્થીઓ પણ હતા ત્યારે આ ઘટના બની હતી જેમાં ક્લાસરૂમાં સીલીંગ ફેન અચાનક તૂટ્યો અને દસ વર્ષિય વિદ્યાર્થીના માથામાં પડ્યો હતો. તેને આ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. બાળકને જ્યારે હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે તેને સારવાર દરમિયાન 8 ટાંકા પણ આવ્યા હતા.

- Advertisement -

જેતે સમયે કોઈ નક્કર કાર્યવાહી સામે આવી રહી ન્હોતી પરંતુ ગુજરાત રાજ્ય માનવ આયોગ દ્વારા આ ઘટનાને સુઓમોટો લેવામાં આવી અને માનવ અધિકારને જોતા કેસ દાખલ કરવામાં આવ્યો વિદ્યાર્થીના વાલીએ આ અંગે ફરિયાદ કરવાનું ટાળી દેતા 23મી જુને તાલુકા પોલીસ મથકે જાણવાજોગ અરજી નોંધવામાં આવી અને ખુદ પોલીસ સબ ઈન્સપેક્ટર આર કે રાઠવા તેમાં ફરિયાદી બન્યા અને માનવ અધિકાર કચેરી માંથી પોલીસને આ ઘટનામાં જે જવાબદારો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે. જે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મેન્ટેનન્સનું કામ સંભાળતા સ્ટાફે ફીટિંગ કરેલા સિલિંગ ફેનનું મેઈન્ટેઈનન્સ અને રિપેરિંગનું કામ યોગ્ય રીતે થતું ન્હોતું જેને પગલે આ ઘટના બની.





તે પછી ગતરોજ તાલુકા પોલીસ દ્વારા મેઈન્ટેઈનન્સની કામગીરી જોતા અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મતલબ કે આખરે એક વર્ષ અને આઠ મહિના પછી આ ઘટનામાં ફરિયાદ થઈ છે. હવે કાર્યવાહી ક્યારે અને કેવી થશે તે આવનારો સમય બતાવશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular