નવજીવન ન્યૂઝ. વડોદરા: stray cattle menace in Vadodara: ગુજરાતમાં રખડતા ઢોરના અડફેટે આવતા અવાર-નવાર લોકોને જીવ ગુમાવવો પડી રહ્યો છે. છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં ઉંઘી રહ્યું છે. શહેર હોય ગામડાઓ તંત્રની રખડતા ઢોર પકડવાની કામગીરી હમેંશા શંકાના દાયરા જ રહેતી આવી છે, ત્યારે વધુ એકવાર તંત્રની ઉદાસીનતા અને બેદરકારીના કારણે વડોદરાના (Vadodara) પાદરામાં (Padra) એક વૃદ્ધ મહિલાને રખડતા ઢોરના (Stray Cattle) કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વૃદ્ધ મહિલા સવારે 11 વાગ્યાના અરસામાં મંદિરથી દર્શન કરી ઘરે પરત આવી રહ્યા હતા, ત્યારે વિફરેલા ઢોરે વૃદ્ધ મહિલાને શિંગડા મારતા મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ઇજાગ્રસ્ત હાલતમાં પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓના પગલે ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પાદરમાં આવેલા પાદરાનગર વાસ ખાતે રહેતા 90 વર્ષીય વૃદ્ધ મહિલા ધૂણીબેન તેમના ઘરની નજીક આવેલા મંદિરમાં દર્શન કરવા ગયા હતા. દર્શન કરી સવારે 11 વાગ્યાની આસપાસ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એક વિફરેલા ઢોરે પાછળથી ધૂણીબેનને જોરદાર ભેટી મારી હતી, જેના કારણે ધૂણીબેન ફંગોળાઈને જમીન પર પટાકાયા હતા. જ્યાં તેમને માથા અને નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના રાહદારીઓ પણ ધૂણીબેનની મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં જમીન પટાકાયેલા ધૂણી બેનને 108 એમ્બ્યુલેન્સ મારફતે સારવાર માટે પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ધૂણીબેનનું મૃત્યુ થયું હતું.
આ અંગેની જાણ ધૂણીબેન પરિવારજનો થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા તંત્રની કગીરી ઉપર સવાલો ઊભા કરવામાં આવી રહી છે. હાઇકોર્ટ દ્વારા પણ અવાર-નવાર ટકોર કરવા છતાં સરકાર દ્વારા આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહ્યા નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








