નવજીવન ન્યૂઝ. મહિસાગરઃ તાજેતરમાં મહિસાગર (Mahisagar) જિલ્લામાં નજીવી બાબતે દલિત યુવક (Dalit Youth) પર હુમલો કરવામાં આવ્યો હતો. મહિસાગર જિલ્લાના ખાનપુરમાં હોટલમાં જવાની બાબતે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન દલિત યુવાનનું મૃત્યુ થયું હતું. જેને લઈને દલિત આગેવાનો અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (Jignesh Mevani) આરોપીને ઝડપી પાડવા માટેની માગ કરી હતી. ત્યારે આજે પોલીસે આ કેસમાં બે આરોપીને ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક વાર જાતિવાદના કારણે દલિત યુવકનો ભોગ લેવાયો, જાણો ક્યાંની છે ઘટના
શું હતો સમગ્ર મામલો
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં રહેતો રાજુ ચૌહાણ નામનો યુવક ઘર નજીક આવેલી હોટલમાં દાલબાટી લેવા માટે ગયો હતો. જ્યાં હોટલમાં ચારની જગ્યાએ ત્રણ દાલબાટી આપતા યુવક પરત હોટેલ ગયો હતો અને એક બાટી ઓછી આપી છે તેમ જણાવ્યું હતું. આ બાબતે હોટલના સંચાલક સાથે બોલાચાલી થતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને રાજુને જાતિ વિષયક અપશબ્દ બોલીને હડધુત કર્યો હતો. સાથે જ રાજુને માર મારવામાં આવ્યો હતો.
રાજુ ઈજાગ્રસ્ત થતાં હોટલના સંચાલકોએ તેને રીક્ષામાં બેસાડીને ઘરે મુકી ગયા હતા. રાજુ લોહીલુહાણ હાલતમાં ઘરે આવતા પરિવાર તેને વડોદરાની સયાજીગંજ હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો. જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન રાજુનું મોત નિપજ્યું હતું. જોકે યુવકનું મોત નિપજતા પરિવારે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. આ બનાવના પગલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને દલિત આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને જ્યાં સુધી આરોપીઓ નહીં ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીંમકી આપી હતી. ત્યારે આજે લીમડીયા ચોકડી પાસે વીરપુર રોડ પર આવેલી જય દ્વારકાધીશ હોટલના સંચાલકોને પોલીસે ઝડપી પાડ્યા છે. દલિત યુવકને માર મારનારા અમિત પટેલ અને દાનાનો કોવિડ ટેસ્ટ કરાવીને લુણાવાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. કોર્ટે આદેશ કરતાં બંને આરોપીઓને પોલીસ બંદોબસ્ત સાથે સંતરામપુર સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796