નવજીવન ન્યૂઝ. વડોદરા: આજના ડિજિટલ યુગમાં લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજા સાથે જોડાયેલા તો રહે છે, પરંતુ એવા ઘણા કિસ્સા છે જેમાં કોઈ વ્યક્તિને વાસ્તવિક જીવનમાં એકલતાનો અનુભવ થતો હોય. આવી જ એકલતાથી કંટાળીને વડોદરાની (Vadodara) એક યુવતી આત્મહત્યા કરવા જઇ રહી હતી. તે સમયે એક જાગૃત નાગરિકને આ વાતની જાણ થઈ જતાં અજાણી વ્યક્તિ આ યુવતીની મદદે આવી અને અભયમની ટીમને (Abhayam Team) આ અંગે જાણ કરી હતી, ત્યાર બાદ અભયમની ટીમે યુવતીનું કાઉન્સિલિંગ કરીને યુવતીને આત્મહત્યાનું પગલું ભરતા અટકાવી હતી.
પ્રાથમિક જાણકારી મુજબ, વડોદરાના વાઘોડિયામાં રહેતી એક યુવતીના લગ્ન થોડા સમય પહેલા સામાજિક રિતરિવાજ મુજબ થયા હતા, પરંતુ લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચે મનમેળ ન આવતા યુવતીએ છૂટાછેડા લઈ લીધા હતા. ત્યાર બાદ યુવતી પોતાના માતા-પિતા સાથે તેમના ઘરે રહેતી હતી. તે દરમિયાન થોડા સમય અગાઉ યુવતીના માતાનું અવસાન થયું અને બાદમાં પિતાનું પણ અવસાન થઈ ગયું હતું. પછી યુવતી પોતાના એક મામી સાથે રહેતી હતી, પરંતુ તે માતા-પિતાના અવસાન બાદ એકલતા અનુભવતી હતી. જેના કારણે સતત તેને આત્મહત્યા કરવાના જ વિચાર આવતા હતા.
જેના કારણે તેને જીવન ટૂંકાવી નાખવાનું વિચારીને તે તળાવમાં પડતું મૂકવા માટે તળાવ આગળ પહોંચી હતી. પરંતુ તળાવ આગળ એક જાગૃત નાગરિકને શંકા જતાં તેમણે 181 નંબર પર કોલ કરીને અભયમની ટીમને જાણ કરી હતી. ત્યાર બાદ તાત્કાલિક અભયમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અત્યમહત્યા કરવા જઈ રહેલી યુવતીને અટકાવીને તેનું કાઉન્સિલિંગ કર્યું હતું અને તેનો જીવ બચાવ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796