નવજીવન ન્યૂઝ. લલિતપુરઃ ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના એક પોલીસ સ્ટેશનના SHO પર ગેંગરેપ પીડિતાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આ પછી SHOને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસ સ્ટેશનના SHO સહિત 6 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આરોપી SHO ફરાર છે. 13 વર્ષની યુવતીએ આરોપ લગાવ્યો છે કે પહેલા તેની સાથે 4 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો અને પછી જ્યારે તે પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી તો SHOએ પોલીસ સ્ટેશનની અંદર તેની સાથે બળાત્કાર કર્યો.
લલિતપુરના એક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે SHO અને અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે. પીડિતાએ આ સમગ્ર ઘટનાની ફરિયાદ એસપીને કરી છે, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. 22 એપ્રિલના રોજ એક સગીર યુવતીનું ચાર યુવકોએ અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓના ચુંગાલમાંથી છૂટ્યા બાદ જ્યારે પીડિતા ન્યાયની માંગણી કરવા પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે ન્યાય આપવાને બદલે તેને હેરાનગતિનો ભોગ બનવું પડ્યું હતું. સગીર યુવતીનો આરોપ છે કે ત્યાં હાજર સ્ટેશન ચીફ તિલકધારી સરોજે પણ તેની સાથે રેપ કર્યો હતો. પીડિતાએ પોતાની આપવીતી એસપીને જણાવી હતી, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લલિતપુર પોલીસનું કહેવું છે કે તેમણે આ કેસમાં એસએચઓ અને અન્ય લોકો સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ આરોપો લગાવ્યા છે. જો કે આરોપી પોલીસ અધિકારીની ધરપકડ હજુ બાકી છે. લલિતપુરના એસપી નિખિલ પાઠકે કહ્યું કે અમે એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરી રહ્યા છીએ. એસએચઓને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તે ગુનેગાર છે. એટલા માટે અમે તેની ધરપકડ કરવા માટે ટીમો બનાવી છે. એક NGO એ છોકરીને મારી ઓફિસે લઈ આવી હતી. આ પછી યુવતીએ બધી વાત કહી.
![]() |
![]() |
![]() |











