પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદ શહેર એક એવા સમય અને માહોલમાંથી પસાર થતુ હતું જેની કદાચ આજે ગુજરાતના પોલીસ અધિકારીઓ કલ્પના પણ કરી શકે નહીં, પરંતુ જેઓ ગુજરાત પોલીસનો દળનો હિસ્સો નેવુના દસકમાં બન્યા છે તે પોલીસ અધિકારીઓને આ ગંભીરતા સમજાય તેવી છે. અમદાવાદના ડૉન અબ્દુલ લતીફને રાજકિય અને કેટલાંક સિનિયર પોલીસ અધિકારીઓનું પીઠબળ મળતા લતીફ અને તેની ગેંગ બેફામ બની હતી, લતીફને નાથવા માટે ગુજરાતના ગૃહમંત્રી સી ડી પટેલે આ જવાબદારી ગુજરાત કેડરના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી ગીથા જોહરીને સોંપી હતી, એક દિવસ અચાનક ગીથા જોહરીને માહિતી મળે છે કે લતીફ દરિયાપુરમાં આવ્યા છે, આખુ ઓપરેશન ગુપ્ત રહે તે જરૂરી હતી, જોહરીએ પોતાની સાથે ઓટો રીક્ષામાં ડીવાયએસપી એ કે જાડેજા અને પીએસઆઈ પટેલને સાથે રાખ્યા હતા.લતીફના ઘર સુધી પહોચી ગયેલી આ ટીમે લતીફના સાગરીત શરીફખાનને ઝડપી લીધો હતો, પણ આ ટીમના સભ્ય આઈપીએસ અધિકારી એ કે જાડેજા બુધવારની સવારે જીંદગીની લડાઈ હારી ગયા એક ખાનગી દવાખાનામાં તેમણે અતિમ શ્વાસ લીધો હતો,
ગુજરાત પોલીસમાં પીએસઆઈ તરીકે જોડાયેલા એ કે જાડેજાએ ત્યાર બાદ ગુજરાત જાહેર સેવા આયોગની પરિક્ષા પાસ કરી તેઓ ડાયરેકટર ડીવાયએસપી બન્યા હતા, આ એવો સમય ગાળો હતો જયારે લતીફના ઘર સુધી જવા માટે એસઆરપી જવાનોની એક કંપની સાથે રાખવી પડતી હતી, આમ લતીફ બખૌફ થઈ ગયો હતો, તે એક પછી એક ગુનાને અંજામ આપી રહ્યા હતા, સરકારનું દબાણ હતું કે કોઈ પણ કિમંતે તેને પકડો, ઓપરેશન લતીફને અંજામ આપવાના આઈપીએસ અધિકારી ગીથા જોહરી , એક બપોરે જોહરી પોતાની ઓફિસમાં હતા ત્યારે તેમને જાણકારી મળી તે લતીફ દરિયાપુરમાં આવ્યો છે જોહરીએ નિર્ણય કર્યો કે સીધા દરિયાપુરમાં જવાને બદલે તેઓ દરિ.યાપુરની પોલીસ ચોકીમાં ગયા જયા તેમણે ડીવાયએસપી એ કે જાડેજા અને પીએસઆઈ પટેલને બોલાવી રાખ્યા હતા.
જયા જવા માટે પોલીસની ફૌજ જોઈએ ત્યા માત્ર ત્રણ પોલીસ અધિકારીઓએ એકલા જવાનો નિર્ણય કર્યો ઓટો રીક્ષામાં બેસીએ તેઓ પોપટીયાવાડ પહોંચ્યા ત્યારે લતીફ અને શરીફખાન બહાર બેઠા હતા, જોહરીએ ત્વરાથી શરીફને ઝડપી લીધો, પણ ત્યાંથી ભાગવામાં લતીફ સફળ રહ્યો, એ કે જાડેજાએ ઘણો સમય તેનો પીછો કર્યો પણ તે હાથ લાગ્યો નહીં, આમ લતીફના ગઢ સુધી પહોંચનાર આ ત્રણ પ્રથમ અધિકારી હતા,. લતીફ એટલો ડરી ગયો હતો કે તે ભારત છોડી પાકિસ્તાન જતો રહ્યો હતો, આ દરમિયાન ગુજરાત એટીએસની સ્થાપના થતાં એ કે જાડેજા એટીસમાં મુકાયા હતા.
એ કે જા઼ડેજા જયારે એટીએસમાં હતા ત્યારે જાણકારી મળી કે લતીફ ભારત આવ્યો છે અને દિલ્હીમાં છે તે પોતાના પરિવાર સાથે ટેલીફોનથી ,સંપર્કમાં છે, ગુજરાત એટીએસ પાસે એક માત્ર અધિકારી જાડેજા એવા હતા કે જે અવાજથી લતીફને ઓળખતા હતા, તેમણે દિવસો સુધી ફોન ટેપીંગ માટે ટેલીફોન એકસચેન્જમાં બેસીને લતીફના ફોન સાંભળ્યા અને કન્ફર્મ કર્યુ કે આ ફોન કરનાર લતીફ જ છે જેના આધારે એટીએસ દિલ્હીમાં ઓપરેશન કરી લતીફને ઝડપી લીધો હતો, એ કે જાડેજા ઘણા દિવસથી બીમાર હતા, અને તેમની સારવાર અમદાવાદ સ્થિતિ હોસ્પિટલમાં ચાલી રહી હતી, પણ તેમની સ્થિતિ કથળતા તેમને વેન્ટીલેટર ઉપર લેવાની ફરજ પડી હતી, પણ લોકોની પ્રાર્થના અને વિજ્ઞાન હાર્યુ બુધવારની સવારે તેમને અંતિમ શ્વાસ લીધો હતો આમ ગુજરાત પોલીસના એક બહાદુર પોલીસ અધિકારીની વિદાય થઈ છે.
![]() |
![]() |
![]() |











