Sunday, April 26, 2026
HomeGeneralઉત્તરાખંડ: ભાજપે કેબિનેટ મંત્રી હરક સિંહ રાવત સામે કરી કાર્યવાહી

ઉત્તરાખંડ: ભાજપે કેબિનેટ મંત્રી હરક સિંહ રાવત સામે કરી કાર્યવાહી

- Advertisement -

નવજીવન દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે હરકસિંહ રાવત પર મોટી કાર્યવાહી કરી છે. પક્ષ વિરૂદ્ધની કામગીરીને લઇને સરકાર અને પાર્ટી દ્વારા કાર્યવાહી કરાઈ છે. ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી હરક સિંહ રાવતને ભાજપે છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપે હરકસિંહ રાવત પર કાર્યવાહી કરીને કડક સંદેશ આપ્યો છે.



રાવત કોંગ્રેસના નેતાઓને મળ્યા બાદ ભાજપે આ કાર્યવાહી કરી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ હરક સિંહ રાવતને ઉત્તરાખંડ કેબિનેટમાંથી બરતરફ કરી દીધા છે. કહેવાય છે કે હરક સિંહ રાવત તેમની પુત્રવધૂ અનુકૃતિ માટે લેન્સડાઉન વિધાનસભા બેઠક પરથી ટિકિટ માંગી રહ્યા હતા. લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે હરકસિંહ રાવત કોંગ્રેસમાં જોડાશે.


હરક સિંહ રાવતે તાજેતરમાં જ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. જો કે તેમનું રાજીનામું રાજ્યપાલે સ્વીકાર્યું ન હતું. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે તેમને મનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તેમણે ભાજપ છોડવાનું મન બનાવી લીધું છે. આવી સ્થિતિમાં હવે તેમને પક્ષ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે કેબિનેટ અને ભાજપમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.



ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી ડૉ.હરક સિંહ રાવતને રવિવારે ભાજપમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના રાજ્યના મીડિયા પ્રભારી મનવીર સિંહ ચૌહાણે જણાવ્યું કે રાજ્ય પાર્ટી અધ્યક્ષ મદન કૌશિકના નિર્દેશ પર રાવતને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

- Advertisement -

હરકસિંહ રાવત 2016માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. પરંતુ ભાજપમાં સામેલ થયા બાદ પણ તેમની નેતૃત્વ સાથે અણબનાવ જોવા મળ્યા. તેવામાં હવે ફરી એક વખત તેઓ પોતાની જૂની પાર્ટીમાં ઘરવાપસી કરી શકે છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular