નવજીવન દ્વારકા: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડીયાથી દૈનિક કોરોનાના કેસ દશ હજાર સુધી પહોંચી રહ્યા છે. વધતાં કોરોનાના કેસના કારણે અનેક મંદિરોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા અને બહુચરાજી મંદિર એક અઠવાડીયા માટે બંધ કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકામાં કોરોના કેસમાં સતત વધારો થતાં જગત મંદિર અને બેટ દ્વારકા મંદિર એક અઠવાડીયા એટલે કે 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે મંદિરમાં નિત્યક્રમ મુજબ પૂજારી ભગવાનની પુજા અને આરતી કરશે. બીજી બાજુ બહુચરાજી મંદિર પણ 17 થી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બીજી બાજુ કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં રાખીને ડાકોર અને શામળાજી મંદિર 17 જાન્યુઆરીએ એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. ચોટીલા મંદિરમાં આરતીમાં લોકોને પ્રવેશ નહિં મળે, પરંતુ ભક્તો માટે દર્શન ચાલુ રહેશે. અમદાવાદમાં કોરોના કેસ વધતા કેમ્પ હનુમાન મંદિર બંધ કરાયુ છે. આજથી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ કરાયો. 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિ જોઈને મંદિરના ટ્રસ્ટી નિર્ણય લેશે. જો કે બધા મંદિરોમાં ઓનલાઈન આરતીથી દર્શન થઈ શકશે. ચોટીલા, પાવાગઢ અને સારંગપુર મંદિર ચાલુ જ રહેશે.
![]() |
![]() |
![]() |











