નવજીવન ન્યૂઝ. લખનઉ: ઉત્તર પ્રદેશમાં માત્ર 250 રૂપિયાની ફી ન ચૂકવવાને કારણે એક સગીર દલિત વિદ્યાર્થીને ખાનગી શાળામાં નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ થયું છે. આ ઘટના ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાની છે. મળતી માહિતી મુજબ બહરાઇચની મેડિકલ કોલેજમાં 10 દિવસની સારવાર બાદ વિદ્યાર્થીનું મૃત્યું થયું હતું. સગીર દલિત વિદ્યાર્થીના પરીવારે શિક્ષક વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે પ્રદર્શન કર્યું, ત્યાર બાદ આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક અરવિંદ કુમાર મૌર્યએ જણાવ્યું કે શાળાના વિદ્યાર્થીના મૃત્યુની માહિતી મળી હતી. મૃતકના કાકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વિદ્યાર્થીને શાળામાં માર મારવામાં આવ્યો હતો. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 14 વર્ષનો દલિત વિદ્યાર્થી ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. શિક્ષક અનુપમ પાઠકે ગત 8 ઓગસ્ટે તેને નિર્દયતાથી માર માર્યો કારણ કે તેણે માત્ર 250 રૂપિયાની સ્કૂલ ફી સમયસર જમા કરાવી ન હતી. જોકે બીજા જ દિવસે તેના ભાઈએ બે મહિનાની ફી ઓનલાઈન મોકલી આપી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીનું બહરાઈચ મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન 18 ઓગસ્ટે મૃત્યુ થયું હતું.
મૃતક વિદ્યાર્થીના ભાઈ રાજેશ કુમારે જણાવ્યું કે, ‘મારો ભાઈ શાળામાં અભ્યાસ કરવા ગયો હતો. ત્યાં શિક્ષકે ફી માટે તેને માર માર્યો હતો. ફી ત્રણ ચાર દિવસ મોડી આપી હતી. તેણે મારા ભાઈને ફી લાવવા માટે ત્રાસ આપ્યો હતો. તે સમયે અમારા ઘરે પૈસા નહોતા. તેણે ઘરે આવીને કહ્યું કે શિક્ષકે મને પૈસા માટે સ્કૂલમાં મારતો હતો. મેં પ્રિન્સિપાલને કહ્યું કે હું પેમેન્ટ ઓનલાઈન કરીશ અને મેં ફી પણ ઓનલાઈન મોકલી આપી છે. ફી 250 રૂપિયા હતી, જે મેં બે મહિનાની ચૂકવી દીધી હતી.








