Thursday, April 23, 2026
HomeGujaratUP: ભદોહીમાં દુર્ગા પૂજા પંડાલમાં આગ, 3ના મોત, 50થી વધુ લોકો દાઝ્યા

UP: ભદોહીમાં દુર્ગા પૂજા પંડાલમાં આગ, 3ના મોત, 50થી વધુ લોકો દાઝ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વારાણસીઃ ઉત્તર પ્રદેશના ભદોહીમાં દુર્ગા પૂજા પંડાલમાં આગ લાગવાને કારણે બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો દાઝી ગયા છે. ડીએમ ગૌરાંગ રાઠીએ જણાવ્યું કે આ ઘટનામાં 12 વર્ષ અને 10 વર્ષના બે બાળકો અને 45 વર્ષની એક મહિલાનું મોત થયું છે. ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ દર્દીઓને વારાણસી રીફર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના સમયે પંડાલમાં લગભગ 200 લોકો હાજર હતા. આરતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે તપાસ પૂર્ણ થયા બાદ આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કહી શકાશે. આ ઘટનામાં અત્યાર સુધીની માહિતી મુજબ 50થી વધુ લોકો દાઝી ગયા છે. જેમાંથી 32 લોકોને વારાણસી રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ઘાયલ એક મહિલાએ જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાયરમાંથી નીકળતી સ્પાર્કને કારણે આગ લાગી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

ભદોહી જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ રાઠીએ જણાવ્યું કે આ ઘટના ઔરાઈ શહેરમાં સ્થિત દુર્ગા પંડાલની છે. ઘટના સમયે પંડાલમાં લગભગ 200 લોકો હાજર હતા. આરતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાના અહેવાલ છે. આ ઘટનામાં અત્યાર સુધીની માહિતી મુજબ 50 લોકો દાઝી ગયા છે. તેમાંથી 32 થી વધુ લોકોને વારાણસી સહિત અન્ય શહેરોની મોટી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં એક બાળકના મોતના અહેવાલ છે. ઘાયલોને પણ અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે કારણ કે અમે પહેલાથી જ તમામ સાવચેતી રાખી હતી. પરંતુ આ આગ કેવી રીતે લાગી તે અંગે વિગતવાર માહિતી મેળવવી જરૂરી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હોવાનું જણાય છે પરંતુ અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં આગનું મુખ્ય કારણ પણ જાણી શકાશે. આ ઘટના પાછળ જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular