Wednesday, April 22, 2026
HomeNationalCM યોગીના માથે આવ્યું જોખમ! ફેસબુકના માધ્યમથી મળી મોતની ધમકી

CM યોગીના માથે આવ્યું જોખમ! ફેસબુકના માધ્યમથી મળી મોતની ધમકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉત્તરપ્રદેશ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગેંગસ્ટર અતીક-અશરફની હત્યા (Gangster Atiq- ashraf Murder) બાદ UP પોલીસ CM યોગીની (Yogi Adityanath) સુરક્ષાને લઈને એલર્ટ થઈ ગઈ છે. રાજધાની લખનઉમાં પણ મુખ્યમંત્રીનાં આવાસની બહાર સુરક્ષા બમણી કરી દેવામાં આવી છે. ત્યારે આજરોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફેસબુકના (Facebook) માધ્યમથી એક યુવકે ગોળી મારવાની ધમકી (Death Threats) મળતાં ખળભળાટ મચી ગયો છે.

પ્રપ્ત માહિતી અનુસાર, અતીક-અશરફની હત્યા બાદ બાગપતમાં રહેનારાં નિતિન તોમરે પોતાના ફેસબુક એકાઉન્ટથી એક પોસ્ટ કરી હતી. જેમાં નિતિન તોમરે CM યોગીનો ફોટો મૂકી લખ્યું હતું કે, ‘મેરી તરફ મત દેખ ભાઈ, મૈને કુછ નહીં કીયા.’ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અને આજરોજ બાગપત જિલ્લાના અમન રાજ નામના એક યુવકે આ પોસ્ટમા કમેન્ટ કરી છે. જેમાં અપશબ્દોનો પ્રયોગ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગોળીથી મારી નાંખવાની ધમકી આપી છે. તેણે કમેન્ટમાં લખ્યુ છે કે, “ગોળી મારી દઈશ”. ત્યારે આ પોસ્ટ જોઈને યુઝર્સે નારાજગીની સાથોસાથ રોષ પણ વ્યક્ત કર્યો છે. તો કેટલાંકે વળતી કમેન્ટ કરીને યોગીને ટ્રોલ પણ કર્યા છે. વળી કેટલાંક લોકોએ આ પોસ્ટમાં CM, DGP અને યૂપી પોલીસનાં ટ્વિટર હેન્ડલને ટેગ કરતાં યુવકની સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.

- Advertisement -

ત્યારે આ પોસ્ટની જાણ થતા પોલીસતંત્ર હરકતમાં આવ્યુ હતુ. આ પોસ્ટ કરનાર બાગપતના રહેવાસી આરોપી અમન રાજની સામે બાગપત પોલીસે IPCની કલમ 507 અને IT એક્ટ અધિનિયમની કલમ 66ની અંતર્ગત FIR નોંધી છે અને હાલ તેને શોધવાની કવાયત હાથ ઘરી છે. જેના ભાગરૂપે બાગપત પોલીસે સાઈબર સેલને પણ આ અજાણી વ્યક્તિની પોસ્ટ વિશે જણાવીને તે યુવકની માહિતી માંગી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular