Saturday, November 8, 2025
HomeGujaratભરૂચ GIDCમાં પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ લાગતા, 3km સુઘી ધુમાડાના ગોટા દેખાયા

ભરૂચ GIDCમાં પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ લાગતા, 3km સુઘી ધુમાડાના ગોટા દેખાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરૂચઃ Bharuch News: ભરૂચ GIDCમાં ભીષણ આગ (Fire) લાગવાનો બનાવ બન્યો છે. ભરૂચમાં (Bharuch) સતત બીજા દીવસે આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે GIDCમાં આવેલી પ્લાસ્ટીકની કંપનીમાં વિકરાળ આગ લાગી (Massive Fire in Plastic Company) હતી. આગના બનાવના કારણે ત્રણ કિલોમીટર સુધી ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા હતા. જોકે ફાયર વિભાગ દ્વારા આગને બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

ભરૂચ GIDCમાં આજે સતત બીજા દિવસે આગનો બનાવ સામે આવ્યો છે. પ્લાસ્ટીક બનાવતી કંપનનીમાં વહેલી સવારે આગ લાગી હતી. કંપનનીમાં લાગેલી આગએ જોત જોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનનીમાં આગ એટલી વિકરાળ હતી કે ત્રણ કિલોમીટર સુઘી આગના ઘુમાડાના ગોટાઓ જોવા મળતાં હતા. જેથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા.

- Advertisement -

કંપનનીમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાયટરની 5 ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું હતું. કંપનીમાં આગ લાગતા કંપનની નજીક પાર્ક કરેલા વાહનો પણ આગની ઝપટમાં આવી ગયા હતા. આગ પર કાબુ મેળવવા માટે GIDC ફાયર સાથે અંક્લેશ્વર ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. કંપનનીમાં પ્લાટીકનું મેટ્રોકેમ મટીરીલ હોવાના કારણે આગ પર કાબુ મેળવવું ફાયર વિભાગ દ્વારા એક પડકાર હતા. જોકે કંપનીમાં આગ લાગવા પાછળનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. ફાયર વિભાગની તપાસ બાદ આગ લાગવાનું કારણ સામે આવી શકે છે.

TAG: Bharuch GIDC Fire, Massive fire breaks at Plastic factory in Bharuch

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular