Thursday, September 17, 2026
HomeGujaratવાવ-થરાદના ભાભર પાસે બે બાઈક સામ-સામે ટકરાતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ગુજ્જુ લવ...

વાવ-થરાદના ભાભર પાસે બે બાઈક સામ-સામે ટકરાતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ગુજ્જુ લવ ગુરૂનું સ્થળ પર મોત

- Advertisement -

Famous comedian Gujju Love Guru dies in a road accident : ઉત્તર ગુજરાતના વાવ-થરાદ જિલ્લા (Vav-Tharad District) માં ભાભર પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનું મોત થયું છે. ભાભર પાસે હરિધામ ગૌશાળા નજીક બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં જાણીતા કોમેડિયન ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરૂ (Popular comedian Gujju Love Guru) ને ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ સ્ટાફ અને ભાભર પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. ભાભર પોલીસે (Bhabhar Police) આ મામલે અકસ્માતનો ગુનો નોંધવા તજવીજ આરંભી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અત્રે નોંધનીય છે કે, ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરૂ એક સમયે આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા હતા

વાવ-થરાદ જિલ્લાના સુઇગામના રહીશ ચંદન રાઠોડ સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ગુજ્જુ લવ ગુરૂના નામે જાણીતા છે. કોમિડી વીડિયો બનાવતા ગુજ્જુ લવ ગુરૂના ઇન્સ્ટાગ્રામ પર 18 લાખ ફોલોઅર્સ છે. આજે 17 નવેમ્બરની બપોરે ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરૂ (Chandan Rathod alias Gujju Love Guru) બાઇક પર ભાભર નજીક હરિધામ ગૌશાળા નજીકથી પસાર થતાં હતા તે સમયે અન્ય બાઈક સામેથી ટકરાતા તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરૂને ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી આરંભી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular