Wednesday, September 16, 2026
HomeNationalUPI MDR ચાર્જિસ પરના વિદેશી દબાણના કોંગ્રેસના આક્ષેપોને કેન્દ્ર સરકારે ફગાવ્યા, સિસ્ટમ...

UPI MDR ચાર્જિસ પરના વિદેશી દબાણના કોંગ્રેસના આક્ષેપોને કેન્દ્ર સરકારે ફગાવ્યા, સિસ્ટમ સ્વનિર્ભર થવાનો દાવો

- Advertisement -

Finance Ministry dismisses opposition allegations regarding UPI MDR charges : UPI MDR ચાર્જિસનો નિર્ણય અમેરિકન કાર્ડ કંપનીઓના દબાણને લઈને કરવામાં આવ્યો હોવાનો આરોપ કોંગ્રેસે (Congress’s allegation against Central Government) લગાવ્યો છે. વિપક્ષના આરોપને ફગાવી કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આ નિર્ણય 15 ઓક્ટોબરથી ડિજિટલ પેમેન્ટ ઇકો સિસ્ટમને ટકાઉ અને આત્મનિર્ભર બનાવવા લેવાયો છે. આ નિર્ણય વિદેશી દબાણથી નથી લેવાયો તેમ કહીને આરોપોને ફગાવી દીધા છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2016માં શરૂ થયેલું UPI આજે વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની ચૂક્યું છે. ગત ઓગસ્ટ 2026માં જ UPI મારફતે 24.5 અબજ વ્યવહારો નોંધાયા હતા.

આ સમગ્ર વિવાદની શરૂઆત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશ (Jairam Ramesh) ના નિવેદન બાદ થઈ હતી. જયરામ રમેશે આરોપ લગાવ્યો છે કે, શૂન્ય MDRની વ્યવસ્થા ખતમ કરવાનો નિર્ણય ટ્રમ્પને ખુશ કરવા અમેરિકાની માગણીઓ સામે ઝૂકીને લેવામાં આવ્યો છે. જેથી માસ્ટરકાર્ડ અને વિઝા (Visa and Mastercard) જેવી અમેરિકન કાર્ડ કંપનીઓને UPI સામે હરીફાઈમાં લાભ મળી શકે. સરકાર આ મુદ્દે હાલ બેકફૂટ પર છે. વિપક્ષના આક્ષેપોને નાણા મંત્રાલયે ફગાવી દેવાની સાથે જણાવ્યું છે કે, ગ્રાહકો અને નાના વેપારીઓને કોઈ અસર નહીં થાય 95 ટકા વ્યવહારો મફત રહેશે. નાણા મંત્રાલયે ફરી એવો દાવો કર્યો છે કે, સામાન્ય જનતાના ખિસ્સા પર આ નિર્ણયની કોઈ જ અસર પડશે નહીં.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular