નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં હિટ એન્ડ રન સામાન્ય વાત બની ગઈ છે. અકસ્માત (Accident) કરીને ભાગી છૂટવું તે દર્શાવે છે કે, માણસ લાગણીહીન થઈ રહ્યો છે. માણસના જીવની કોઈ કિંમત જ ન હોય તે રીતે રોજબરોજ હિટ એન્ડ રનની (Hit and Run) ઘટનાઓ સામે આવે છે, ત્યારે અમદાવાદમા (Ahmedabad) આઈસરની ટક્કરે બે યુવાનોનો ભોગ લીધો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના હાથીજણ પાસે આવેલા પુષ્પક સિટી પાસે પાસે આઈસર ચાલકે અકસ્માત કર્યો છે. બાઈક પર જઈ રહેલા બે યુવાનોને આઈસરે ટક્કર મારી હતી. આઇસરની ટક્કરથી બાઈક પર જઈ રહેલા બે યુવાનો હવામાં ફાંગોળયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આઇસર ચાલક અકસ્માત કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બાઈક પર જઈ રહેલા બે યુવાનો પૈકી મોહમ્મદ ખાન ઝાકીર પઠાણ નામનો યુવાન ઘટનાસ્થે જ મોતને ભેટયો હતો. જ્યારે કિશનસિંહ વાઘેલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન કિશનસિંહ વાઘેલાનું પણ મૃત્યુ થયું હતું.
ઘટનાને પગલે વિવકાનંદ પોલીસે અજાણ્યા આઈસર ચાલક સામે ફરિયાદ નોંધી છે, તેમજ આઈસર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ પણ શિવરંજની સર્કલ પાસે ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવરે સિગ્નલ પાસે ઊભા રહેલા બાઈકને અડફેટે લેતા બાઈક પર બેઠેલી યુવતી મોતને ભેટી હતી, જ્યારે બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. ત્યારે પણ ખાનગી ટ્રાવેલસનો ડ્રાઈવર અકસ્માત કરીને ફરાર થઈ રહ્યો હતો. પરંતુ આજુબાજુના લોકોએ તેને પકડીને ટ્રાફિક પોલીસને હવાલે કર્યો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796