Monday, February 17, 2025
HomeGujaratમહેસાણાના ઇતિહાસમાં પહેલીવાર લિંગ પરિવર્તનની ઘટના, પાલિકા પાસે નવું જન્મ પ્રમાણપત્ર મેળવવા...

મહેસાણાના ઇતિહાસમાં પહેલીવાર લિંગ પરિવર્તનની ઘટના, પાલિકા પાસે નવું જન્મ પ્રમાણપત્ર મેળવવા આવી અરજી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા : Mehsana News: જ્યારે કોઈ નવજાત બાળકનો જન્મ થાય ત્યારે બાળક પુરુષ હશે કે સ્ત્રી તે રંગસૂત્રોના આધારે નક્કી થાય છે, પરંતુ ઘણા કિસ્સામાં એવું બને છે કે બાળક મોટું થાય અને તેને પોતનું લિંગ પરીવર્તન કરવાની ઈચ્છા થતી હોય છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આ વાત શક્ય પણ છે. આવી જ રીતે મહેસાણામાં (Mehsana) 1997માં જન્મેલી એક યુવતીએ લિંગ પરીવર્તન (Gender change) કરવતા હવે તેણે પુરુષ તરીકેનું જન્મ પ્રમાણપત્ર મેળવવા મહેસાણા નગરપાલિકામાં અરજી કરી હતી, પટતું મહેસાણા નગરપાલિકા (Mehsana Municipality) તંત્ર મૂંઝવણમાં મૂકાતા હવે ગાંધીનગર વાડી કચેરીના માર્ગદર્શન બાદ દસ મહિને આ યુવતીને પુરુષ તરીકેનું જન્મ પ્રમાણપત્ર મળ્યું છે.

મળતી વિગતો અનુસાર, મહેસાણાના એક ગામની મહિલાએ સપ્ટેમ્બર 1997માં શહેરી વિસ્તારની એક હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. જે દીકરીએ પોતાના જન્મના 25 વર્ષ બાદ યુવાનીમાં પોતે યુવતીમાંથી યુવક બનવા સુરતની એક હોસ્પિટલમાં લિંગ પરિવર્તનની સર્જરી કરાવી હતી. લિંગ પરિવર્તન બાદ યુવતીમાંથી યુવક બનેલા વ્યક્તિએ પોતાના જન્મના પ્રમાણ પત્રમાં પોતાનું નામ અને જાતિ બદલવા માટે મહેસાણા નગરપાલિકામાં જન્મ-મરણ શાખામાં તબીબના સર્જરી ડોક્યુમેન્ટ સાથે દાખલો મેળવવા અરજી કરી હતી અને બર્થ સર્ટિફિકેટમાં ફેરફાર કરી પુરુષનું બર્થ સર્ટિફિકેટ ઇસ્યૂ કરવા રજૂઆત કરી હતી.

- Advertisement -

લિંગ પરિવર્તનની સર્જરી બાદ 25 વર્ષીય યુવતી પોતે પુરુષ થઇ હોવાની અરજી કરતા પાલિકા મુંઝવણમાં મુકાઈ હતી. જેથી તેમણે ગાંધીનગર પ્રાદેશિક કમિશ્નર સુધી આ અંગે અભિપ્રાય સાથે સૂચન માગ્યા હતા. સરકારના ગૃહ વિભાગમાંથી કાયદાની જોગવાઈ મુજબ નિયમાનુસાર અરજદારના લિંગ પરિવર્તનના પુરાવા મેડિકલ સર્ટિફિકેટ આધારે અરજીનો નિકાલ કરવા અભિપ્રાય આપ્યો હતો. મહેસાણા પાલિકા પ્રોટેક્શન એક્ટની કલમ 7 મુજબ અરજદારનું નામ અને સ્ત્રી જાતિના જન્મના પ્રમાણપત્ર સુધારો કરી પુરુષ જાતિ અને નવા નામ વાળુ જન્મનું પ્રમાણપત્ર ઇસ્યૂ ટૂંક સમયમાં કરશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular