Monday, February 17, 2025
HomeGujaratRajkotખેડૂતે ગાંજાનું વાવેતર કરી નાખ્યું, SOGની રેડ દરમિયાન પકડાયું 116 કિલો ગાંજાનું...

ખેડૂતે ગાંજાનું વાવેતર કરી નાખ્યું, SOGની રેડ દરમિયાન પકડાયું 116 કિલો ગાંજાનું વાવેતર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં ચરસ ગાંજાની હેરાફેરીથી (Marijuana trafficking) યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ગાંજા તેમજ ચરસ જેવા નશીલા પદાર્થો લોકો સુધી પહોંચાડવા કોઈપણ હદ સુધી જઈ શકે છે. પોલીસ (Rajkot Police) બાતમીને આધારે આવા પેડલરો સુધી પહોંચે છે, પણ જ્યારે ગાંજા જેવા નશીલા પદાર્થો ખેતરમાં જ વાવી દેવામાં આવે ત્યારે કેટલા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો લોકો સુધી પહોંચાડવાની યોજના હશે તે સમજી શકાય તેવી વાત છે. ત્યારે રાજકોટમાં (Rajkot) ખેડૂતે કરેલું ગાંજાનું (Ganja) વાવેતર પકડાવવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના જસદણમાં આવેલા સીંગણપુરમાં એક ખેડૂતે ગાંજાનું વાવેતર કરવાની બાતમી રાજકોટ SOGને મળી હતી. બાતમીને આધારે SOGએ ખેતરમાં દરોડા પાડ્યા હતા. SOGએ ખેતરમાં પાડેલા દરોડા દરમિયાન ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું હતું. પકડવામાં આવેલા ગાંજાના વાવેતર મુજબ 116 કિલો જેટલો ગાંજો SOGએ જપ્ત કર્યો છે. સાથે જ બાબુ તળશી સોમાણી નામના આરોપીની ધરપકડ પણ કરી છે. SOGએ 11 લાખ જેટલી રકમનો મુદ્દામાલ કબજે કરી આરોપી બાબુ તળશી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ બાયડ પાસે આવેલા એક ખેતરમાંથી ગાંજાનું વાવેતર પકડી પાડવામાં આવ્યું હતું. એક વીઘા કરતાં પણ વધારે જમીનમાં ગાંજાનુ વાવેતર કરવામાં આવતા પોલીસ પોલીસ તંત્ર દોડતું થયું હતું.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular