જય અમીન(અરવલ્લી.નવજીવન ન્યૂઝ) :ધૂળેટીના પવિત્ર તહેવારના દિવસે ગુજરાતમાં બે અલગ-અલગ ડૂબવાની ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. અરવલ્લી અને સુરતમાં બનેલી આ કરુણ દુર્ઘટનાઓમાં કુલ 5 આશાસ્પદ યુવાનો અને બાળકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે હોળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે.માલપુર તાલુકાના નવાગામ જાંબુ ફળી વિસ્તારમાં રહેતા બે માસુમ પિતરાઈ ભાઈ ધુળેટી રમ્યા પછી તળાવ માં નાહવા પડતા તળાવમાં ગરકાવ થઇ જતા મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જેહમત બાદ બંને બાળકોની લાશ શોધવામાં સફળ રહ્યા હતા. પરિવારજનોએ ભારે રોકોકકળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પરિવારને હૂંફ આપી હતી.

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના નવા ગામે (જાંબુ ફળી)માં હૃદયદ્રાવક ઘટના બની હતી. પરિવારજનો અને મિત્રો સાથે ધૂળેટી રમીને ગામના તળાવમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ, રાયચંદ ડામોર અને જૈમીન ડામોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોરણ 5 અને 6 માં અભ્યાસ કરતા આ માસૂમ બાળકોના મોતથી ડામોર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મોડાસા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








