Wednesday, September 23, 2026
HomeGujaratઅંબાજી પદયાત્રા બની જોખમીઃ ભિલોડા નજીક વધુ એક અકસ્માત, શ્રદ્ધાળુઓ બેઠેલા છકડાને...

અંબાજી પદયાત્રા બની જોખમીઃ ભિલોડા નજીક વધુ એક અકસ્માત, શ્રદ્ધાળુઓ બેઠેલા છકડાને કારે ઉડાવ્યો

- Advertisement -

Bhadarvi poonam Ambaji Accident: ભાદરવી પૂનમે અંબાજી પદયાત્રાએ નીકળેલા અને અંબેમાંના દર્શન કરી પરત ફરતા પદયાત્રીઓને અકસ્માત નડવાનો દર વર્ષની જેમ સિલસિલો યથાવત રહ્યો છે પદયાત્રીઓની સુરક્ષા માટે તંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે ઈડર તાલુકાના મુડેટી પાટિયાથી મલાસા રોડ વચ્ચે પદયાત્રીઓથી ભરેલા છકડો રિક્ષાને કારે ધડાકાભેર જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો છકડો રિક્ષામાં બેઠેલા પદયાત્રીઓ રોડ પર વિખેરાઈ ગયા હતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલમાં ખસેડી દીધા હતા.

પંચમહાલ પંથકમાં માઈ ભક્તો અંબાજી મંદિરમાં જગદંબાના દર્શન કરી છકડો રિક્ષામાં બેસી પરત વતન ફરતા મલાસા-મુડેટી રાજ્ય ધોરીમાર્ગ પરથી પસાર થતા કાર ચાલકે કાર ગફલત ભરી રીતે હંકારી છકડો રિક્ષાને ટક્કર મારતા રોડ પરથી ફંગોળાઈ છકડો રોડ સાઈડ ખાડામાં પલટી મારી ગયો હતો છકડામાં સવાર તમામ ૮ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થતા અકસ્માત પગલે દોડી આવેલા લોકોએ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દીધા હતા જેમાં ત્રણ પદયાત્રીઓની સ્થિતિ ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

- Advertisement -

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને ટ્રાફિક પોલીસ દ્વારા પદયાત્રીઓની સુરક્ષા માટે કરવામાં આવેલા દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ બેફામ ગતિએ વાહનો હંકારી વાહનચાલકો બે દિવસમાં બે ગમખ્વાર અકસ્માત સર્જતા પદયાત્રીઓ અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular