Saturday, April 18, 2026
HomeGujaratSuratઅકસ્માતોની હારમાળા વચ્ચે સુરતમાં ડાયમંડ બુર્સ પાસે ગમખ્વાર અકસ્માત, પત્ની અને મિત્રનું...

અકસ્માતોની હારમાળા વચ્ચે સુરતમાં ડાયમંડ બુર્સ પાસે ગમખ્વાર અકસ્માત, પત્ની અને મિત્રનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં અકસ્માતોની હારમાળા થોભી નથી રહી. દિનપ્રતિદિન અકસ્માતોમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા આકાશે આંબી રહી છે, ત્યારે માણસની ધીરજ અને ટ્રાફિકના નિયમો ઉપર સવાલ ઊભો થાય છે. ઝડપથી પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવાની ઉતાવળમાં વ્યક્તિ પોતાનો અને પોતાના પરિવારજનોનો જીવ ગુમાવી બેસે છે. સુરતમાં ચીખલીથી રાંદેર જતાં પરિવારને પણ અકસ્માત થતાં યુવકે પોતાની પત્ની અને મિત્રનો જીવ ગુમાવ્યાની અને 8 માસની નાની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરતમાં ચીખલીથી રાંદેર જતાં પરિવારનો ગમખ્વાર અકસ્માત થયો છે. સુરતમાં ખજોડ ડાયમંડ બુર્સ પાસે પૂરઝડપે પોતાની કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં કારમાં સવારી કરી રહેલા યુવકની પત્ની તથા મિત્રએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સાથે જ 8 માસની નાની બાળકી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. ગાડી હંકારી રહેલો ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થતાં હોસ્પીટલમાં દાખલ છે. ચીખલીથી અમિત સાવલાણી પોતાના પરિવાર અને મિત્ર સાથે રાંદેર જઈ રહ્યા હતા. કારમાં તેમની 8 માસની દીકરી અને પત્ની તથા મિત્ર ઈન્દ્રજીત ટેલર પણ સવારી કરી રહ્યા હતા. ત્યારે ડાયમંડ બુર્સ પહોંચતા જ સ્વિફ્ટ કાર ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. દરમિયાન પોલીસકર્મી હિતેન્દ્રસિંહ ચાવડા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ તુરંત જ બનાવના સ્થળે પહોચી ગયા અને કારમાથી તમામ લોકોને બહાર કાઢી 108 બોલાવી સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડયા હતા.

- Advertisement -

અમિત સાવલાણીના પત્નીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમની 8 માસની દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તો તેમના મિત્ર ઈન્દ્રજીત ટેલરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અમિત સાવાલાણી પણ ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ હોસ્પીટલમાં દાખલ છે. અમિતના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા અને તે ઓલા કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ઘટના બાદ ઈન્દ્રજીત ટેલરના પુત્રએ ડ્રાઈવર વિરુધ્ધ પૂરઝડપે કાર હંકારી અકસ્માત સર્જવાનો આરોપ મૂકી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular