Sunday, September 6, 2026
HomeGujaratSuratનકલી આધારકાર્ડનું કૌભાંડ, મોહમ્મદ તોહિદુલ બન્યો 'રોહિત શર્મા'

નકલી આધારકાર્ડનું કૌભાંડ, મોહમ્મદ તોહિદુલ બન્યો ‘રોહિત શર્મા’

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: નકલી આધારકાર્ડ બનાવી પોતાની ઓળખ છુપાવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. પોતાની અસલી ઓળખ છુપાવી નકલી આધારકાર્ડ દ્વારા માણસ કોઈપણ પ્રકારનો ગુનો આચરી સરળતાથી છટકી શકે છે. એજન્ટો નકલી આધારકાર્ડ બનાવી પોતાનો વેપલો ધોમધખતો રાખવાની પેરવીમાં ગંભીર કહી શકાય તેવા પ્રકારના ગુના આચરે છે. ત્યારે સુરતમાં એક મુસ્લિમ યુવક નકલી આધારકાર્ડ બનાવી મોહમ્મદ તોહિદુલમાંથી રોહિત શર્મા બન્યો હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહીતી અનુસાર, પાલનપોરના હિમગરીરી એપાર્ટમેન્ટમાં રહેતા અને 7 વર્ષથી બંગાળ આવેલા 26 વર્ષના એક મુસ્લિમ યુવક પાસેથી ત્રણ-ત્રણ આધારકાર્ડ મળ્યા છે. જેમાંથી બે આધારકાર્ડ મુસ્લિમ અને એક હિન્દુ તરીકેની ઓળખના આધારકાર્ડ છે. મુસ્લિમ યુવક સ્પામાં મેનેજર તરીકે નોકરી કરતો હતો અને પોતાની સાથે નોકરી કરતી એક યુવતીના પરિચયમાં આવ્યો હતો. બંને વચ્ચે પ્રમસંબંધ થતાં મુસ્લિમ યવકે સ્પામાં કામ કરતી યુવતી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. બાદમાં યુવતીએ યુવક સાથે મુસ્લિમ વિસ્તારમાં રહેવાનો ઈનકાર કરતાં યુવકે હિન્દુ વિસ્તારમાં રહેવા રોહિત શર્માના નામે નકલી આધારકાર્ડ બનાવડાયું હતું.

- Advertisement -

SOGને મુસ્લિમ યુવક દ્વારા નકલી આધારકાર્ડ બનાવ્યું હોવાની બાતમી મળતા મુસ્લિમ યુવકની અટકાયત કરી હતી. યુવક પાસેથી બે મુસ્લિમ અને એક હિન્દુ તરીકેની ઓળખ ધરાવતા કુલ ત્રણ આધારકાર્ડ મળી આવ્યા હતા. પોલીસની કડક પૂછપરછમાં કામરેજમાં 1500 રૂપિયામાં આધારકાર્ડ બનાવડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે યુવકના નિવેદન મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular