નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી( Aam Aadmi Party) એ સંગઠનમાં મોટો ફેર બદલ કર્યો છે. આ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મોટા પાયે જીતનો દાવો કરનાર આમ આદમી પાર્ટીના માત્ર 5 જ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. ચૂંટણી દરમિયાન કેજરીવાલ (Arvind Kejriwal)સહિતના નેતાઓએ ગુજરાત સર કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું તેમ છતાં ઝાડુનું જાદુ ચાલ્યો ન હતો. ગુજરાતમાં કારમી પરાજય બાદ આજે પાર્ટીએ સંગઠનમાં મોટા ફેરફાર કર્યો છે.
આમ આદમી પાર્ટીએ કરેલા સંગઠનમાં ફેરફાર અનુસાર, ગુજરાત આપના અધ્યક્ષની જવાબદારી ગોપાલ ઈટાલિયા (Gopal Italia)ને બદલે હવે ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)ને સોંપવામાં આવી છે. જ્યારે નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે ઈસુદાનની જગ્યાએ ગોપાલ ઈટાલિયાની નિમણુક કરવામાં આવી છે સાથે જ ઈટાલિયાને મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવાયા છે. આપએ આ અંગે દિલ્હીથી એક પ્રેસ રિલિઝ કરી જાણકારી આપી છે.
આપએ ગુજરાતના જુદા-જુદા ઝોનના સ્ટેટ પ્રેસિડન્ટના નામ પણ જાહેર કર્યાં છે, અલ્પેશ કથિરિયાને સુરત ઝોન, ડૉ. રમેશ પટેલને નોર્થ ગુજરાત ઝોન, ચૈતર વસાવાને સાઉથ ગુજરાત ઝોન, જગમલ વાળાને સૌરાષ્ટ્ર ઝોન અને કૈલાશ ગઢવીને કચ્છ ઝોનના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








