Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅદભૂત ! અમદાવાદના બિઝનેસમેનનું 'ટર્ટેલિયમ' જોઈ થઈ જશો આશ્ચર્યચકિત

અદભૂત ! અમદાવાદના બિઝનેસમેનનું ‘ટર્ટેલિયમ’ જોઈ થઈ જશો આશ્ચર્યચકિત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો આગળની પેઢી માટે સાચવી રાખવો તે આપણી નૈતિક ફરજ છે. ત્યારે આવી નૈતિક ફરજને શોખ બનાવી કેટલાક લોકો પોતાના ઘરને જ સંગ્રહાલય બનાવી દેતા હોય છે. એવો જ ગજબનો શોખ ધરાવે છે અમદાવાદ(Ahmedabad)ના બિઝનેસમેન લલીત મહેતા. આ લખાય છે ત્યાં સુધી લલીત મહેતાના ઘરના ભોંયરામાં ઓછામાં ઓછા 6 હજાર જેટલા કાચબા(Turtle Museum)ની પ્રતિકૃતિવાળી કળાત્મક ચીજ વસ્તુઓ સંગ્રહાયેલી છે.

Turtleum By Lalit Mehta (Home Museum In Ahmedabad)
Turtleum By Lalit Mehta (Home Museum In Ahmedabad)

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા લલીત મહેતાના ઘરના આંગણામાં સુંદર બગીચાથી જ કાચબાના સંગ્રહાલયના વિચારની અને સંગ્રહાલયની શરૂઆત થાય છે. કાચબાના સંગ્રહાલય બનાવવાની શરૂઆત અંગે લલતી મહેતા જણાવે છે કે, ‘રળીયામણા આંગણામાં રહેલા કાનથી ખંડીત બનેલા ઐતિહાસીક નંદીની પ્રતિકૃતિથી કાચબાના આ સંગ્રહાલયની શરૂઆત થાય તેનો મને પણ ખ્યાલ ન હતો. નંદી બાદ એક કાચબો અને શિવલીંગની પ્રતિકૃતિ બગીચામાં રાખી અને શરૂઆત થઈ મારા કાચબાના સંગ્રહાલય ‘ટર્ટલિયમ’ કાચબાના સંગ્રહાલયની.’

- Advertisement -

સંગ્રહાલયનું વર્ણન કરીએ તો, લલીત મહેતાના વૈભવી આલિશાન ઘરમાં પ્રવેશ કરી થોડા પગથીયા ઉતરતા જ દૂધીયા રંગના સ્ટેન ગ્લાસથી બનેલો કાચબાનો એવો રૂડો દિવો આપણી નજર ખેંચ્યા વગર રહે જ નહીં. થોડા વધારે પગથીયા ઉતરો એટલે કાચના દરવાજાની પેલે પાર શરૂ થાય છે લલીત મહેતાનું ટર્ટલિયમ નામનું કાચબાનું મ્યુઝિયમ. ભોંયરામાં પહોંચતા જ સરસ મજાની લાઈટિંગની વ્યસ્થા સાથેના કાચના દરવાજા વાળા શો કેસમાં રહેલા વિવિધ વસ્તુઓના કાચબા જોતા જ અચંબિત થઈ જવાય તેમ છે. ચારે તરફ કાચબાની જ વસ્તુઓ જોઈ તેને નજીકથી જોવા કોઈ પણ લલચાઈ જાય અને, જેવા બે ડગલા આગળ વધો કે માથાને અડ્યા વીના ન રહી શકે તેવા કાચબાની અદભૂત પ્રતિકૃતિઓ સાથેના વિન્ડચાઈમ ટન… ટન… ટીન… ટીન… સાથે નિરવશાંતિનો ભંગ કરી સંગ્રહાલયના દર્શન કરવા સજાગ કરી દે.

Turtleum By Lalit Mehta (Home Museum In Ahmedabad)

હજુ તો વિન્ડચાઈમને છેડતા શરૂ થયેલા મધૂર સંગીત સાથે સંગ્રહાલય જોવાની શરૂઆત કરીએ તો બસ મંત્રમુગ્ધ થઈ જવાય. ખબર જ ન પડે કે એક એક કાચબાની પાછળની વાત જાણવામાં અને તેની સુંદર કળાને નિહાળવામાં ક્યારે કલાકો પસાર થવા લાગે. આ સંગ્રહાલયમાં પથ્થરની, લાકડાની, કાંચની, પ્લાસ્ટિકની, ધાતુની અને કેટલીક તો વેસ્ટમાંથી બનેલી કાચબાની કળાત્મક પ્રતિકૃતિઓ સાથે ચામડાના પાકીટ, તાંબાના પતરાની સીંદુરની ડબ્બીઓ અને ટપાલ ટિકીટ કે વિદેશી ચલણથી માંડી કાચબાનો આકાર ધરાવતા ચોકલેટ-બિસ્કીટનો પણ સમાવેશ થયો છે. કદાચ પ્રત્યેક કાચબાને જોવા જાણવા બેસીઓ તો આખો દિવસ પણ ટૂંકો પડે એટલી કાચબાની વસ્તુઓ સંગ્રહાલયમાં લલીત મહેતાએ સંગ્રહી રાખી છે.

લલીતભાઈના ટર્ટલિયમમાં કાચબા એટલા કે તેની યાદી બનાવ્યા વિના કઈ કઈ વસ્તુમાં કાચબા તેમણે સંગ્રહ કર્યો છે તે યાદ રાખવું મુશ્કેલ બની પડે. પરંતુ લલીતભાઈ પાસે એક એક વસ્તુ પાછળ તે કાચબો ક્યારે અને કેવી રીતે તેમના સુધી પહોંચ્યો તેની વિગતો સ્ટિકર ચીપકાવી સરસ યાદી તૈયાર હોય અમારા માટે આ કામ એકદમ સહેલું થઈ ગયું હતું. જો આ યાદી મુજબ વાત કરીએ તો લલીતભાઈના કાચબાના સંગ્રહાલયમાં 6 હજાર ચીજ વસ્તુઓને કુલ 44 ગ્રુપમાં વસ્તુઓને વિભાજિત કરવામાં આવી છે.

- Advertisement -
Turtle Museum in Ahmedabad (Home Museum In Ahmedabad)

કંપનીના જાહેરાત-બ્રાન્ડિંગ

એન્ટિક
એશ ટ્રે
બોટલ ઑપનર
બોક્સ
કાર્ટૂન
લાકડું, ધાતુ અને સિરામિક
દિવી
DIY કિટ
શુભેચ્છા કાર્ડ
કાચબાના આઈડલ
કપડાના કિચેન
લેધરના કિચેન
ધાતુના કિચેન
ખીસણી
ખુરજા પ્લાન્ટર
ચૂંબક
મલેશીયન પેટવાર ટર્ટલ્સ
રમત-ગમત
કપ
ગંજીપાના
બેગ-પર્સ
મરી મસાલાની ડબ્બીઓ
સાબુદાની
રબ્બર અને લાકડાના સ્ટેમ્પ
પેન્સીલ, ઈરેઝર જેવી સ્ટેશનરી
સ્ટ્રેસ રીલીવર
ટી કૉસ્ટર
ડોગ ટીથર
બાળકોના ટીથર
બાળકોના કપડાં
ટ્રીનીટી
તુર્કિ એવીલ આઈ
ચલણી નોટ
ક્રિસમસ ટ્રી
સિક્કા
મુખોટા
દંતકથામાં કાચબા
પોસ્ટલ સ્ટેમ્પ
નાળીયેરથી બનેલા કાચબા
કાચબાની રમકડાની ગાડીઓ
સ્ટોરી બુક
વીન્ડચાઈમ્સ
વાઈન શોટ્સના ગ્લાસ અને વાઈન બોટલ સ્ટોપર

Tag: Turtle Museum in Ahmedabad Turtleum by Lalit Mehta

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular