Monday, June 1, 2026
HomeGujaratગોંડલ નેશનલ હાઈવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતા એક યુવાનનું મોત, બે...

ગોંડલ નેશનલ હાઈવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતા એક યુવાનનું મોત, બે ગંભીર

- Advertisement -

નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટ જિલ્લાના ગોંડલ નેશનલ હાઈવે પર થયેલા અકસ્માત (Gondal National Highway Accident) માં એક યુવકનું સ્થળ પર મોત નિપજ્યું છે. જયારે બે યુવાનોને ઈજા પહોંચતા સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયા છે. ગોંડલ તાલુકા પોલીસે આ મામલ અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે. બીજી તરફ આ કાળમુખા અકસ્માત માટે હાઈવે પર આડેધડ મુકાયેલા સિમેન્ટના ડિવાઈડર માટે હાઈવે ઓથોરિટી જવાબદાર હોવાની ચર્ચા ઊઠી છે.

ગોંડલના ચોરડી પાસે હાઈવે ઓથોરિટી સિક્સલેનની કામગીરી કરી રહી છે. ગોંડલથી જેતપુર ખાતે ફેબ્રિકેશનના કામ માટે જઈ રહેલા ત્રણ મિત્રોની બાઈકને ગુરૂવારે રાતે ટ્રકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સિંગલ રોડ પર મુકવામાં આવેલા સિમેન્ટના ગડર કમ ડિવાઈડર સાથે 20 વર્ષીય શકીલ મસ્કતીનું માથું અથડાતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઘાયલ યુવાનોને સારવાર અર્થે 108માં ગોંડલ સિવિલ હૉસ્પિટલ (Gondal Civil Hospital) ખાતે લઈ જવાયા હતા. આ ઘટના પગલે મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા અને ભારે કલ્પાંત કર્યો હતો.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular