Sunday, May 24, 2026
HomeBusinessરૂ ભાવની અનાપસનાપ વધઘટને લીધે જિનર્સો અને સ્પીનરોને મોટું નુકશાન સહન કરવાનું...

રૂ ભાવની અનાપસનાપ વધઘટને લીધે જિનર્સો અને સ્પીનરોને મોટું નુકશાન સહન કરવાનું આવ્યું

- Advertisement -

ઉત્તરના રાજ્યોમાં રૂની નવી આવકો ઓગસ્ટમાં જ શરૂ થઈ જશે જે ભાવને દબાવશે

સરકાર દ્વારા સૂચિત ક્વાલિટી કંટ્રોલ ઓર્ડર નવા પાકના આરંભે નવી મુસીબતોના વાવાઝોડા લાવશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): વર્તમાન રૂ મોસમના આરંભે (ઓકટોબર ૨૦૨૨) ભાવ સતત વધતાં રહ્યા પછી, મૉસમના અંત ભાગમાં ભાવ સતત દબાણમાં રહ્યા છે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના સેક્રેટરી અપૂર્વ શાહ કહે છે કે દેશભરના જિનિંગ એકમો ઊંચા ભાવે રૂ ખરીદીને ભેરવાઈ પડ્યા છે. તેમની સરેરાશ રૂ. ૬૩૦૦૦ પ્રતિ ખાંડી (૩૫૬ કિલો)ના ભાવે રૂની ખરીદી છે, પણ આજે ભાવ રૂ. ૫૮૦૦૦ના તળિયે જઈ બેઠા છે. આવી અનાપસનાપ વધઘટને લીધે જિનર્સોને મોટું નુકશાન સહન કરવાનું આવ્યું છે.

ભાવની અફડાતફડી ખાસ કરીને ગુજરાતનાં સ્પિનરોને પણ ભારે અસર થઈ છે. વર્તમાન રૂ મોસમમાં ભારતીય યાર્નના ભાવ જાગતિક ભાવથી સતત ઊંચે રહ્યા છે. પરિણામે સતત બીજા વર્ષે જિનિંગ  અને યાર્ન એકમોને નુકશાની વેઠવાની આવી છે. એવું માનવામાં આવે છે કે ઉત્તરના રાજ્યોમાં નવા રૂની આવકો ઓગસ્ટમાં જ શરૂ થઈ જશે, જે ભાવને ઉપર જવા સામે બ્રેક મારશે. યાર્નની માફક આ વર્ષ દરમિયાન ભારતમાં મોટાભાગે રૂના ભાવ પણ વૈશ્વિક બજારથી ઉપર રહ્યા હતા, પરિણામે ભારતની યાર્ન મિલો, જાગતીક સ્પર્ધામાંથી બહાર નીકળી ગઈ હતી.

- Advertisement -

બે ઓગસ્ટે કોટલૂક એ ઇંડેકસ પ્રતિ પાઉન્ડ ૯૭.૨૫ સેંટ હતો. ગુરુવારના ભાવ આધારે અસરકારક એડજસ્ટેડ વર્લ્ડ પ્રાઇસ ૬૯.૭૪ સેંટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. ૩૧ જુલાઈએ ઇન્ટર કોંટિનેંટલ એક્સ્ચેન્જ દ્વ્રારા પ્રમાણિત રૂ સ્ટોક ૫૬૦ ગાંસડી (૨૧૮ કિલો પ્રત્યેક) હતો. આઇસીઇ ડિસેમ્બર ન્યુયોર્ક વાયદો ગુરુવારે ૧.૦૫ સેંટ ઘટી ૮૩.૫૪ સેંટ મુકાયો હતો. અલબત્ત, ડિસેમ્બર વાયદો જુલાઈમાં ૪.૩૫ સેન્ટનો સુધારો દાખવતો હતો. ચીનના ઝેંગજુઆંગ કોમોડિટી એક્સ્ચેન્જ પર સક્રિય જાન્યુઆરી ૨૦૨૪ વાયદો ૧૦ યુઆન પ્રતિ ટન વધી ૧૭,૪૬૫ યુઆન બોલાયો હતો.

જિનિંગ ઉધ્યોગ જેને માટે હજુ તૈયાર નથી તે, ભારત સરકાર દ્વારા સૂચિત ક્વાલિટી કંટ્રોલ ઓર્ડર, આગામી નવા પાકના આરંભે નવી મુસીબતોના વાવાઝોડા લાવશે. કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા અને જિનર્સ એકમોએ આ સૂચિત નવો આદેશ એકાદ બે વર્ષ માટે મોકૂફ રાખવાની માંગ કરી છે. જો સરકાર ફરજિયાત આનો અમલ કરવાનો પ્રયાસ કરશે તો, તેઓ કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસેથી રૂ ખરીદવાનું બંધ કરી દેશે, પરિણામે તમામ સ્તરે ઉત્પાદન અટકી પડશે. નવા રૂ પાકની આવકો સપ્ટેમ્બરમાં શરૂ થઈ જશે, જેને ઉત્તરના રાજ્યોમાં પ્રોસેસ કરવાનું શરૂ થઈ જશે.

કપડાંમંત્રી પિયુષ ગોયલને લખેલા એક પત્રમાં કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે સપ્ટેમ્બર, ઓકટોબર અને નવેમ્બર નવી આવકના આરંભિક મહિનાઓમાં કપાસ (જિનિંગ કર્યા વગરનું રૂ)માં ૧૫થી ૨૫ ટકા જેટલું ભેજ (મોઈશ્ચર)નું પ્રમાણ હોય છે. આ ભેજને ૧૦થી ૧૫ ટકા જેટલો ઘટવા દેવો જોઈએ. પણ સૂચિત ક્વાલિટી કંટ્રોલ ઓર્ડરમાં તેને ૮ ટકા જેટલું નીચે લઈ જવાની વાત કરવામાં આવી છે, જે કઠિન છે. આ જ પ્રકારે કીટું (કચરો, કાલાની ફોતરી) ૩ ટકાની સપાટીએ જાળવવું તો દુષ્કર થઈ પડવાનું.              

- Advertisement -

ઉત્તર ભારતમાં તો રૂમાં કીટુંનું પ્રમાણ ૪ ટકા જેટલું હોય છે, ૭૯૭ વેરાઈટીના રૂમાં આ પ્રમાણ ૧૨થી ૧૫ ટકા જેટલું વધુ હોય છે. સૂચિત ક્વાલિટી કંટ્રોલ ઓર્ડરનું આટલું નીચું પ્રમાણ જાળવવું અસંભવિત છે. સીએઆઇના અરુણ સકસેરિયા તો કહે છે કે નવા નિયમ પ્રમાણે રૂ ગાંસડીમાં પાંચ ટકાનું ટેસ્ટિંગ ફરજિયાત છે. પરંતુ નવા નિયમ પ્રમાણેનું ટેસ્ટિંગ માળખું સ્થાપિત કરવી જ મુશ્કેલ છે. તેમણે કહ્યું સરકારોનો ઇરાદો સારો છે, પણ જે પધ્ધતિથી તેનો અમલ કરવાનો છે તે ઇરાદો સારો નથી.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular