Friday, December 1, 2023
HomeBusinessટાયર ઉધ્યોગની માંગ અભાવે સિન્થેટિક અને નેચરલ રબરના ભાવ દબાણમાં

ટાયર ઉધ્યોગની માંગ અભાવે સિન્થેટિક અને નેચરલ રબરના ભાવ દબાણમાં

- Advertisement -

૨૦૨૫ સુધીમાં ઉત્તરપૂર્વના ૮ રાજ્યોમાં બે લાખ હેકટર જમીનમાં રબર બગીચા વૃધ્ધિનો લક્ષ્યાંક
કેરેલા પછી ત્રિપુરા દેશની બીજી રબર રાજધાની

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : સસ્તા સિન્થેટિક રબર અને નેચરલ રબરના નીચા ભાવને લીધે રબરની ચીજોના ઉત્પાદકોનો ઉત્પાદન ખર્ચ ઘટ્યો છે, પણ હવે આ ઉધ્યોગ માંગની રાહ જોઈ રહ્યો છે. બંને પ્રકારના રબરના સૌથી મોટા વપરાશકાર ટાયર ઉદ્યોગમાં માંગ વેગથી ઘટી ગઈ છે, જ્યારે નોન ટાયર સેકટરમાં પણ પ્રવૃત્તિ સાવ નબળી પડી ગઈ છે. ગુરુવારે શાંઘાઇ રબર જાન્યુઆરી વાયદો ૧૫ યુઆનના મામૂલી સુધારે ટન દીઠ ૧૨,૯૪૦ યુઆન (૧૮૫૪ ડોલર) બોલાયો હતો.

- Advertisement -

જાપાનના ઉત્પાદકોનું સેન્ટિમેન્ટ ડિસેમ્બર આરંભથી જરા સુધારાજનક જોવાઈ રહયું છે, સર્વિસ સેકટરનો મૂડ પણ ત્રણ વર્ષ પછી સુધારો દાખવી રહ્યો છે. એક માસિક સર્વેક્ષણમાં જણાયું કે કોરોના મહામારી પછી, બજારનો આશાવાદ જીવંત થયો છે. ઓસાકા એક્સ્ચેન્જ પર રબર મે વાયદો, સતત ત્રણ સત્ર વધ્યા પછી ઘટીને ૨૨૩.૫ યેન (૧.૬૩ ડોલર) પ્રતિ કિલો મુકાયો હતો. સિંગાપુર જાન્યુઆરી રોકડો વાયદો પણ સુધારે ૧૩૬.૭ સેંટ પ્રતિ કિલો બોલાયો હતો. બે ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં સિન્થેટિક રબર વાયદો ૧૦૦ કિલો દીઠ ૧૦૧૫ ડોલરથી સપ્તાહ દર સપ્તાહ સતત ઘટતો રહી ૮.૭ ટકાના ઘટાડે ૯૨૭ ડોલર રહ્યો હતો.

આ તરફ ઇંડિયન રબર બોર્ડે ઉત્પાદન વધારવાના હેતુથી ૨૦૨૫ સુધીમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં બે લાખ હેકટર જમીનમાં રબર બગીચા વૃધ્ધિનો લક્ષ્યાંક રાખ્યો છે. હાલમાં ત્રિપુરા વાર્ષિક ૧ લાખ ટન રબર દોહન સાથે પ્રથમ ક્રમાંકે છે, બાકીના ૭ રાજ્યો મળીને બેલાખ ટન ઉત્પાદન આપે છે. આ ઉત્તરપૂર્વીય ૮ રાજ્યોમાં રબર બોર્ડે નોર્થઈસ્ટ મિત્ર નામની રબર વાવેતર યોજના તૈયાર કરી છે. ભારતમાં રબર વપરાશ ૭,૨૩,૧૪૫ ટન (૧૭ ટકા) વધ્યો છે. ૨૦૨૩ના નાણાકીય વર્ષના આરંભિક મહિનાઓમાં સ્થિતિ વધુ કથળે તેવી શક્યતા છે. રબર બોર્ડના અનુમાન પ્રમાણે એપ્રિલ જુલાઇ ૨૦૨૨માં સિન્થેટિક રબરનું ઉત્પાદન, ગતવર્ષના સમાનગાળા કરતાં પાંચ ટકા ઘટીને ૧,૫૫,૬૪૫ ટન થયું હતું. જ્યારે વપરાશ ૧૦ ટકા વધીને ૨,૬૩,૭૮૦ ટન થયો હતો.

સિક્કિમ સિવાયના તમામ ઉત્તરપૂર્વના રાજ્યો, અરુણાચલપ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરામ, નાગાલેંડ અને ત્રિપુરામાં રબર બગીચા વાવેતર માટે ઉત્તમ હવામાન સ્થિતિ છે. કેરેલા પછી ત્રિપુરા દેશનું બીજું રબર રાજધાની બની શકે છે. ૪૦ લાખની વાસ્તરી ધરાવતા આ ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ૧.૧૫ લાખ લોકો રબર ખેતી સાથે સંકળાયેલા છે.

- Advertisement -

પ્રાઇસ સ્ટેબિલાઈઝેશન સ્કીમ હેઠળ નેચર લબરના ભાવ કિલો દીઠ રૂ. ૨૫૦ મળવા જોઈએ એવી માંગણી સાથે કેરાલા કોંગ્રેસના ચેરમેન પી જે જોસેફ એક સંઘર્ષની નેતાગીરી કરવાના છે. તેમની માંગણી રબર બોર્ડને મજબૂત બનાવવા સાથે રબર બગીચા માલિકોને ચુકવવાના બાકી નાણાં તરત ચીકવી દેવાની પણ માંગણી કરી રહ્યા છે. આ સંઘર્ષમાં કોંગ્રેસ અને ફિડર પ્લાન્ટેશનનાના તમામ વરિષ્ઠ નેતાઓ પણ જોડાશે. રબર બોર્ડે કોત્તાયામ અને કોચિ હાજર આરએસએસ ૪ ગ્રેડ રબરના ભાવ રૂ. ૧૩,૩૫૦ પ્રતિ ક્વિન્ટલ અને આંતરરાષ્ટ્રીય (બેંકોક) ભાવ રૂ. ૧૩,૨૧૬ નિર્ધારિત કર્યા હતા.

(અસ્વીકાર સુચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular