નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું પરિણામ આવતા ભાજપે તમામ રેકોર્ડ તોડીને ભવ્ય વિજય મેળવ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં આગામી સરકાર બનાવવા માટેની તૈયારીમાં ભાજપ લાગી ગયું છે. 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથ વિધિ યોજાવાની છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજભવન પહોંચીને કેબિનેટ સાથે રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સરકારમાં ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરવામાં આવે છે અને મંત્રીમંડળમાં કયા નેતાઓનો સમાવેશ કરવામાં આવે છે તેની પર સૌ કોઈની મીટ માંડીને બેઠા છે.
ગુજરાત વિધાનસભાના પરિણામ પર નજર કરીએ તો સૌથી વધુ મત મેળવવાનાર CM ભુપેન્દ્ર પટેલ છે, જેમણે ઘાટલોડિયા બેઠક પરથી રેકોર્ડ બ્રેક 1,92,263 મતની લીડથી જીત્યા છે. ભુપેન્દ્ર પટેલની સરકારમાં રહેલા 20 મંત્રીમાંથી 19 મંત્રીઓને જીત ગયા છે જ્યારે એક મંત્રીને હારનો કડવો સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં પહેલીવાર મોટા ભાગનું મંત્રીમંડળ જીત મેળવી હોય તેવું પરિણામ આવ્યું છે.
ગઈકાલે પરિણામના શરૂઆતના સમયમાં જિતુ વાધાણી, જિતુ ચૌધરી, દેવા માલમ પાછળ ચાલતા જોવા મળ્યા હતા, પરંતુ જેમ જેમ અન્ય રાઉન્ડ ચાલુ થતાં ગયા તેમ તમામ મંત્રીઓ જીત તરફ આગળ વધતા રહ્યા હતા, જ્યારે વીસનગર બેઠક પરથી લડી રહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહેલેથી પાછળ ચાલી રહ્યા પરંતુ ચૂંટણી પરિણામના અંત સુધીમાં તેમણે પણ જીત મેળવી લીધી હતી. જ્યારે એક જ કાંકરેજ બેઠકના કીર્તીસિંહ વાધેલાની હાર થઈ છે. જોકે હવે આગામી સમય મુખ્યમંત્રી અને મંત્રી પદની જવાબદારી કોને સોંપવામાં આવશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796