Tuesday, June 23, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં જમાલપુર પાસે થયેલી જૂથ અથડામણમાં ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ

અમદાવાદમાં જમાલપુર પાસે થયેલી જૂથ અથડામણમાં ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી પીરબાઇ ધોબીની ચાલી પાસે સ્થાનિકો અને કિન્નરો વચ્ચે જુની અદાવતમાં માથાકુટની ઘટના સામે આવી છે. મામલો એટલી હદ સુધી બીચક્યો હતો કે, વાહન અને ઘરમાં પણ આપ લગાડી દેવામાં આવી હતી. સમગ્ર મામલે કાકડાપીઠ પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે પોલીસ કર્મીની બેદરકારીના કારણે 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ, કોન્સ્ટેબલ દિનેશ ભાઈ અને PSO જગાભાઈને સસ્પેંડ કરવામાં આવ્યાં છે.

માહિતી મુજબ, જમાલપુરની પીરબાઈ ધોબીની ચાલીમાં રહેતા કિન્નર ઝોયા અને સ્થાનિક યુવક દિનેશ વચ્ચે માથાકૂટ થઇ હતી. જેના પગલે 24 તારીખે રાત્રિના ૧૦વાગ્યાના સમયે ઉશ્કેરાયેલા સ્થાનિકોએ કિન્નરો પર દંડા,ધોકા પાઇપ સહિત લઈને ધસી આવ્યા હતા. બીજી તરફ કિન્નરો જૂથ તરફથી પણ હથિયાર સાથે સામસામે મારામારી કરી હતી. સ્થાનિક ટોળાએ કિન્નરોના ઘરમાં તોડફોડ કરી આગચંપી કરી હતી. તેમજ તેમના વાહનો પણ સળગાવી નાખ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં કાગડાપીઠ પોલીસ, ગાયકવાડ પોલીસ, દાણીલીમડા પોલીસના કાફલા સહિત પોલીસના ઉચ્ચાધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ અરજકાતા ફેલાવનાર ૧૫૦ લોકો વધુ લોકો સામે રાયોટિગનો ગુનો દાખલ કર્યો હતો. સાથે જ આખી રાત બનાવ સ્થળ પર પોલીસનો લોખડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

- Advertisement -

પીરબાઈ ધોબીની ચાલીમાં રહેતા સ્થાનિકોનો આક્ષેપ છે કે, છેલ્લા ત્રણ વર્ષથી કિન્નરો આ ચાલીમાં વસવાટ કરી રહ્યાં છે. અને અસમાજિક પ્રવુતિ આચરી લોકોમાં ભયનો માહોલ ઊભો કરી રહ્યા છે. અવારનવાર વિસ્તારમાં હથિયારો સાથે આવી સ્થાનિકો સાથે ઝગડો કરે છે. આ આગઉ પણ વિસ્તારમાં સ્થાનિકો સાથે મારામારી કરી રોફ જમવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ કિન્નરોના ત્રાસના કારણે લોકોને ઘર છોડીને હિજરત કરવાની ફરજ પડી છે.

ઝોન 6 DCP અશોક મુનીયા પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કિન્નરો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થિતિને કાબુમાં લઈ ત્રણ જેટલા કિન્નરોની અટકાયત કરવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular