નવજીવન ન્યૂઝ. અમદાવાદ: બિપોરજોય વાવાઝોડાની (Biparjoy Cyclone) અસર હવે અમદાવાદમાં (Ahmedabad) પણ દેખાવા લાગી છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, ત્યારે હવે બપોરના સમયે અમદાવાદનાં જુદા-જુદા વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. સવારે પણ કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ બપોર પછી અમદાવાદનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદના આશ્રમ રોડ, એસ. જી. હાઈવે, વસ્ત્રાપુર, સેટેલાઈટ, પાલડી, વેજલપુર, મેમનગર, રખિયાલ, ઓઢવ, મણિનગર, વસ્ત્રાલ, દાણીલીમડા, બાપુનગર અને ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હજુ હવામાન વિભાગ દ્વારા આવતીકાલે ભારે વરસાદની આગાહી અમદાવાદમાં કરવામાં આવી છે. અમદાવાદમાં પણ તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ અગત્યનું કામ હોય તો જ ઘરમાંથી બહાર નીકળવું.
છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સામાન્ય દિવસો કરતા વધુ ગતિએ પવન ફૂંકાતા વાતવરણમાં તડકો અને છાયડો જોવા મળી રહ્યો હતો. હાલ વાવાઝોડુ ઉત્તર ગુજરાત તરફથી પસાર થવાના પગલે તેની અસર અમદાવાદના વાતવરણમાં પણ જોવા મળી રહી છે. વહેલી સવારથી શહેરમાં તીવ્ર ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. હવે વરસાદી માહોલ બનતા રસ્તાઓ પરની વિઝિબિલીટી પણ ઘટી છે. હવામાન વિભાગ દ્વારા 3 કલાક સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796