Thursday, June 4, 2026
HomeBusinessઅમેરિકામાં ઠંડીનો ચમકારો જોવા મળશે ત્યારે ભાવને ઊંચે જવાના દિશાદોર પ્રાપ્ત થશે

અમેરિકામાં ઠંડીનો ચમકારો જોવા મળશે ત્યારે ભાવને ઊંચે જવાના દિશાદોર પ્રાપ્ત થશે

- Advertisement -

વર્તમાન શિયાળામાં નેચરલ ગેસના ભાવમાં વ્યાપક ઉતાર ચઢાવ જોવા મળશે

ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): બે સપ્તાહ પહેલા નેચરલ ગેસમાં (Natural Gas) શરૂ થયેલો મંદીનો આંતરપ્રવાહ શુક્રવારે મોડી સાંજના અમેરિકન વાયદામાં નોંધપાત્ર નબળાઈ અનુભવાઈ હતી. ગત સપ્તાહે આર્ક્ટિક વિસ્તારમાં હવામાન (Weather) વધુ પડતું ઠંડુ થવાની આગાહી થઈ હતી. બે સપ્તાહ બાદ માંગમાં સુધારો થવાના અનુમાન પર, ન્યુયોર્ક માર્ચ વાયદો (જે ટૂંકમાં ફ્રન્ટ મંથ (રોકડો) વાયદો ગણવો શરૂ થઈ જશે) વધ્યા, બાદ નજીવો ઘટી ૨.૧૮ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમેમ્બઈટીયુ) બંધ થયો હતો.

વર્તમાન શિયાળામાં હવામાન અને ઉત્પાદનમાં અનિયમિત વધઘટને ધ્યાનમાં લેતા નેચરલ ગેસના ભાવમાં વ્યાપક ઉતાર ચઢાવ જોવા મળશે. ડિસેમ્બર ૨૦૨૩માં ઉત્પાદન વિક્રમ ઊંચાઇએ પહોંચ્યા બાદ વર્તમાન આખી સિઝનમાં હીટિંગ ડિગ્રી ડેઝ (ઘરોને ગરમ રાખવાના દિવસો), છેલ્લા પંચ વર્ષની સરેરાશ કરતાં ઓછા રહેશે. આ સૂચવે છે કે ભાવને ઊંચે જવાની બહુ જગ્યા નહીં હોય. પણ કેટલાંક એનાલીસ્ટોનું માનવું છે કે હવે પછી જ્યારે પણ અમેરિકામાં ઠંડીનો ચમકારો જોવા મળશે ત્યારે ભાવને ઊંચે જવાના દિશાદોર પ્રાપ્ત થશે, જે શિયાળુ ભાવ વધઘટનો પડઘો બની રહેવાનો.

- Advertisement -

ફેબ્રુઆરીના આરંભિક દિવસોમાં હવામાન થોડું હુંફાળું રહેવાના અહેવાલ સાથે, છેલ્લા છ સત્રથી ઘટતો વાયદો, શુક્રવારે (માર્ચ નવો વાયદો) આરંભિક સત્રમાં વધ્યો હતો. ગત સપ્તાહ દરમિયાન રોકડો ફેબ્રુઆરી વાયદો, અગાઉના સપ્તાહમાં ૨૪ ટકા ઘટયા પછી, ૮ ટકા જેટલો વધ્યો હતો. રોકડા વાયદને ડિલિવરી પ્રક્રિયામાં જવા અગાઉના દિવસે ૧૪.૧ સેંટ અથવા ૫.૫ ટકા વધીને ૨.૭૧ ડોલર પ્રતિ એમબીટીયુ બોલાયો હતો, જે ૧૭ જાન્યુઆરી પછીની ઊંચાઈ હતી.

ફેબ્રુઆરી ૨૦૨૧ પછીનો નેચરલ ગેસની સ્ટોરેજ સપ્લાયમાં સાપ્તાહિક ઘટાડાના સમાચાર પણ ભાવને ટેકો આપવામાં કોઈ મદદ કરી શક્યા ન હતા. અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશને ૧૯ જાન્યુઆરીના સાપ્તાહિક અંતેના અહેવાલમાં કહ્યું હતું કે ગેસ સ્ટોક ધરખમ ૩,૨૬૦ લાખ ક્યુબિક ફૂટ ઘટ્યો હતો. આ ઘટાડો એનાલીસ્ટોની માન્યતા કરતાં પણ વધુ હોવા છતાં બજારમાં તેના કોઈ પ્રત્યાઘાતો નોહતા જોવાયા, અહીથીજ ભાવના વલણો નકારાત્મક બન્યા હતા.

અમેરિકન એનર્જી ફર્મ ફ્રીપોર્ટ એલએનજી એ કહ્યું હતું કે ગત સપ્તાહના વધુપડતાં ઠંડા શિયાળાને કારણે ટેકનિકલ કારણોસર ટેકસાસ ખાતેના અમારા ત્રણ લિકવિફીકેશન પ્લાન્ટ એક મહિના સુધી બંધ રહેશે. ટ્રેડરો કહે છે કે ગત સપ્તાહે ઠંડીના કારણે આવા ઘણા લિકવિફીકેશન પ્લાન્ટ ચલાવવા મુશ્કેલ થઈ પડ્યા હતા અને સાથે જ મધ્ય ફેબ્રુઆરી સુધી હવામાન કઇંક અંશ હુંફાળું રહેશે એવા અહેવાલને લીધે શુક્રવારે આરંભિક બજારમાં સુધારો જોવાયો હતો. અલબત્ત, સોમવારે એશિયન સત્રમાં ભાવ દબાઈને ૨.૧૩ ડોલર થયા હતા. ગત સપ્તાહે એક તરફ ઠંડા હવામાનને લીધે રોજીંદી માંગ વધી હતી, બીજી તરફ અમેરિકન ઉત્પાદન અને એલએનજી ફીડ ગેસ એક વર્ષના તળિયે ગયા હતા.

- Advertisement -

એક ફાયનાન્સીયલ કંપનીએ કહ્યું હતું કે અમેરિકાના ૪૮ રાજ્યોમાં જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં સરેરાશ દૈનિક ૧૦૩.૨ અબજ ક્યુબિક ફૂટ ગેસ ઉત્પાદન થયું હતું, જે ડિસેમ્બરમાં ૧૦૮ અબજ ક્યુબિક ફૂટ હતું. ૧૭ થી ૨૬ જાન્યુઆરીના સપ્તાહમાં અમેરિકન દૈનિક ગેસ ઉત્પાદન ૧૪.૬ અબજ ક્યુબિક ફૂટ વધ્યું હતું, પરિણામે શુક્રવાર સુધીમાં સ્ટોક ૧૦૫.૧ અબજ ક્યુબિક ફૂટની ઊંચાઈએ પહોંચી ગયો હતો. જે ૮થી ૧૬ જાન્યુઆરીના સપ્તાહમાં પ્રાથમિક કોલ્ડ બ્લાસ્ટ (ઠંડીનો પ્રકોપ) અને અન્ય હવામાન ઘટનાઓને પગલે દૈનિક ૧૭.૨ અબજ ક્યુબિક ફૂટ ઉત્પાદન ઘટ્યું હતું, જે ત્યાર પછીના સપ્તાહમાં સરભર થઈ શક્યું ના હતું. ૧૬ જાન્યુઆરીના રોજ ગેસ સ્ટોક એક વર્ષના તળિયે ૯૦.૫ અબજ ક્યુબિક રહ્યો હતો.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular