નવજીવન ન્યૂઝ. લીંબડી: આજે વહેલી સવારે સુરેન્દ્રનગરના (Surendranagar) લીંબડીની (Limbdi) ભીમનાથ સોસાયટીમાં એક મકાનમાંથી માતા-પુત્રનો મૃતદેહ મળી આવતા આસપાસમાં ચકચાર મચી ગઈ છે. હાલ માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં પરિવાર દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવતા હાલ આ બંને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ (Rajkot) લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મૃતક મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે, મહિલાનો પતિ દારૂ પીતો હતો અને પત્ની તેમજ પુત્ર સાથે દુર્વ્યવહાર કરતો હતો. મહિલાના પતિ ચિરાગે જ મહિલા અને તેના પુત્રની હત્યા કરી દીધી છે અને ભાગી ગયો છે. જ્યાં સુધી મહિલાના પતિને હાજર કરવામાં નહીં આવે ત્યાં સુધી પરિવારે મહિલા અને તેના પુત્રનો મૃતદેહ પણ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.
ઘટનાને પગલે SP ગિરીશ પંડ્યા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ઘટના અંગે વાત કરતાં SP ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે ભીમનાથ સોસાયટીના મકાનમાં એક મહિલા અને તેના પુત્રનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. તેમના મૃત્યુ અંગે પરિવાર દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવતા હાલ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરિવારના આક્ષેપ મુજબ હાલ પોલીસની બે ટીમ દ્વારા મહિલાના પતિનો શોધખોળ કરવામાં આવી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796