Sunday, May 24, 2026
HomeBusinessવૈશ્વિક ખાંડ પુરાંતના વરતારા ભાવને નીચે જવાના સંકેત આપે છે

વૈશ્વિક ખાંડ પુરાંતના વરતારા ભાવને નીચે જવાના સંકેત આપે છે

- Advertisement -

2026-27માં નીચા ભાવને લીધે દુનિયાભરમાં ઉત્પાદનમાં ઘટાડો થવાનું અનુમાન

નાયમેક્સ રો સુગર માર્ચ વાયદો ફેબ્રુઆરી 2021ના તળિયે

ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) : વૈશ્વિક ખાંડ પુરાંતના વરતારાઓ ભાવને નીચે જવાના સંકેત આપે છે. સુગર એનાલિસ્ટોનું અનુમાન છે કે 2025-26માં જાગતિક ખાંડ પુરાંત ઓક્ટોબરના 41 લાખ ટન અંદાજથી વધીને 47 લાખ રહેશે. પણ તેઓ માને છે કે 2026-27માં નીચા ભાવને લીધે દુનિયાભરમાં ઉત્પાદનમાં ઘટાડો થવાને પગલે, પુરાંત ઘટીને 14 લાખ ટન રહી જશે. ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇજેશન (આઈએસઑ)એ 2025-26ની પુરાંત આગાહી 16.25 લાખ ટન મુકતા, આંતરપ્રવાહ મંદીનો જ ગણાયો હતો, 2024-25માં 29.16 લાખ ટનની ખાધ અંદાજવામાં આવી હતી.

આઈએસઑ કહે છે કે ભારત, પાકિસ્તાન, અને થાઈલેન્ડમાં ઉત્પાદન વૃધ્ધિને પગલે આટલી મોટી પુરાંત માપવામાં આવી છે. આ જ કારણોસર સોમવારે નાયમેક્સ રો સુગર માર્ચ વાયદો ફેબ્રુઆરી 2021ના તળિયે 14.04 સેંટ પ્રતિ ઔંસ (454 ગ્રામ) નોંધાય પછી, શુક્રવારે (આજે) ભાવ પ્રમાણમાં સહેજ ઊંચા 14.27 સેંટ મુકાયા હતા. આઇસીઇ લંડન માર્ચ વાયદો પણ પાંચ વર્ષના તળિયેથી સહેજ વધીને 407.90 ડોલર પ્રતિ ટન મુકાયો હતો.

- Advertisement -

આઈએસઑનો અહેવાલ કહે છે કે 2025-26માં જાગતિક ઉત્પાદન વર્ષાનું વર્ષ 3.2 ટકા વધીને 1818 લાખ ટન અંદાજિત છે. ડિસેમ્બર મધ્યમાં એરિકન કૃષિ મંત્રાલયે આપેલા અર્ધવાર્ષિક જાગતિક વરતારામાં કહ્યું હતું કે 2025-26માં ઉત્પાદન, વર્ષાનું વર્ષ 4.6 ટકા વધીને 1893.18 લાખ ટન આવશે. જ્યારે માનવ વપરાશ 1.4 ટકા વધીને 1779.21 લાખ ટન થશે. યૂએસડીએ દ્વારા પુરાંત-સ્ટોકનું અનુમાન 2.9 ટકા ઘટાડીને 411.88 લાખ ટન મૂક્યું હતું. અમેરિકન કૃષિ-મંત્રાલયના ફોરેન એગ્રિકલ્ચરલ સર્વિસ વિભાગે બ્રાજીલનું ઉપાદાન અનુમાન 2.3 ટકા વધારીને 447 લાખ ટન મૂક્યું હતું. આ એજન્સી કહ્યું હતું કે પ્રોત્સાહક ચોમાસું અને શેરડી વાવેતર વિસ્તાર વધવાને પગલે, ભારતનું 2025-26નું ઉત્પાદન વર્ષાનું વર્ષ 25 ટકા વધીને 352.5 લાખ ટન આવશે. થાઈલેન્ડનું ઉત્પાદન બે ટકા વધીને 102.5 લાખ ટન આવશે.

ભારતમાં ખાંડનો મલભરાવો હળવો કરવા નવેમ્બરમાં ભારતના ખાધ્ય-મંત્રાલયે 2025-26ની મોસમમાં 15 લાખ ટન વધારાની સુગર નિકાસની પરવાનગી આપતા વૈશ્વિક ભાવનો આંતરપ્રવાહ નબળો પડી ગયો હતો.
2022-23મા નબળા ચોમાસ પછી ઉત્પાદન ઘટ અને પુરવઠા અછત સર્જાતાં, ખાંડનિકાસ ક્વોટા ઘટાડી નાખ્યો હતો. ઇંડિયન સુગર મિલ્સ એસોસિયેશન (ઇસમા)એ મધ્ય જાન્યુઆરીમાં કહ્યું હતું કે 2025-26ની, 1 ઓક્ટોબરથી આરંભીત સુગર મોસમના 15 જાન્યુઆરી સુધીના સાડા ત્રણ મહિનામાં ઉત્પાદન, વર્ષનું વર્ષ 22 ટકા વધીને 159 લાખ ટનની ઊંચાઈએ પહોંચી ગયું હતું. ઇસમાએ 2025-26ની મોસમ આરંભ નવેમ્બરમાં કહ્યું હતું કે 2025-26માં ભારતનું ખાંડ ઉત્પાદન, અગાઉના અનુમાન 300 લાખ ટનથી વધીને 310 લાખ ટન આવશે. જે વર્ષાનું વર્ષ 18.8 ટકા વધુ હશે. ઇસમાએ જુલાઇ 2025માં આગાહી કરી હતી કે ઇથેનોલમાં ખાંડનો ઉપયોગ 50 લાખ ટન થશે, પણ હવે તે અંદાજ ઘટાડીને 34 લાખ ટન મૂક્યો છે. પરિણામે નિકાસ વૃધ્ધિને વેગ મળશે. ભારત જગતનો બીજા નંબરનો સૌથી મોટો સુગર ઉત્પાદક દેશ છે.

વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશ બ્રાજીલની કૃષિ એજન્સી કોનાબએ નવેમ્બર કહ્યું હતું કે 2025-26નું ઉત્પાદન, અગાઉના અંદાજ 445 લાખ ટન કરતાં વધીને 450 લાખ ટન આવશે. થાઈ સુગર મિલર્સ કોર્પોરેશનએ ઓકટોબર આરંભે કહ્યું હતું કે 2025-26નુ ઉત્પાદન પાંચ ટકા વધીને 105 લાખ ટન અનુમાનિત છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular