Monday, September 7, 2026
HomeGujaratઅરવલ્લી: શામળાજી પોલીસને ટ્રકમાંથી મળ્યા 32 લાખના ક્વાટરિયા, પોસ્ટના ડાર્ક પાર્સલની આડમાં...

અરવલ્લી: શામળાજી પોલીસને ટ્રકમાંથી મળ્યા 32 લાખના ક્વાટરિયા, પોસ્ટના ડાર્ક પાર્સલની આડમાં સંતાડ્યો હતો દારુ

- Advertisement -

સિલ્ક રૂટ પર દારૂની લાઇનો ચલાવવા વહીવટદારો અને બુટલેગરોના ગાંધીનગર સુધી આંટાફેરા

જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): અમદાવાદ–ઉદેપુર નેશનલ હાઇવે નં. 8 પર, રાજસ્થાનની સરહદે આવેલા રતનપુર ચેકપોસ્ટ નજીકથી શામળાજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ટ્રકમાં પોસ્ટના ડાર્ક પાર્સલની આડમાં સંતાડીને લાવવામાં આવેલ વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.

- Advertisement -

સિલ્ક રૂટ પર દારૂની લાઇન ચલાવવા બુટલેગરો અને વહીવટદારો ગાંધીનગર સુધી આંટાફેરા કરતા હોવાની ચર્ચા ચાલી રહી છે. પોલીસબેડામાં પણ બુટલેગરો સાથે મિટિંગ પર મિટિંગ થઈ રહી હોવાની ચર્ચાઓ વચ્ચે શામળાજી પોલીસે કડક કાર્યવાહી કરી છે.

જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે બુટલેગરો પર સતત વોચ રાખી હતી. જેના પરિણામે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપે આવતા ટ્રકનો પીછો કરવામાં આવ્યો. પોલીસે ટ્રક અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે ટ્રકને ફૂલ સ્પીડમાં દોડાવ્યો હતો. અંતે મોટા સામેરા નજીક ટ્રક રસ્તા પર મૂકીને ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

પોલીસે બિનવારસી હાલતમાં રહેલા ટ્રકની તપાસ કરતા, અંદર પોસ્ટના ડાર્ક પાર્સલના મોટા બોક્સ મૂકેલા હતા. ભારે જહેમત બાદ બોક્સ હટાવતાં, પાછળ મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. તપાસમાં કુલ 11,316 બોટલ વિદેશી દારૂ (કીં. રૂ. 31,82,400) મળી આવ્યો હતો. ટ્રક સહિત કુલ રૂ. 41.82 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -

શામળાજી મહિલા પી.આઈ. એસ.એસ. માલ અને તેમની ટીમે બુટલેગરો પર નાકે દમ લાવી દીધો છે. જેના કારણે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી દારૂ ઠાલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ફરાર અજાણ્યા ટ્રક ચાલક-બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular