Monday, April 20, 2026
HomeGeneralકારમાં મહિલાની છેડતી, વિરોધ કરતા 10 માસની બાળકીને ફેંકી દીધી ચાલુ કારે...

કારમાં મહિલાની છેડતી, વિરોધ કરતા 10 માસની બાળકીને ફેંકી દીધી ચાલુ કારે દિકરી બચાવવા કૂદેલી મહિલાની કથની : મુંબઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈ: મુંબઈ નજીક આવેલા પાલઘરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ચાલુ કારે મહિલા સાથે કેટલાક લોકોએ છેડતી કરી હતી સાથે જ મહિલાની કુમળી બાળકીને ચાલુ કારે બહાર ફેંકી દીધી હતી. ઘટના મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર જ્યારે મહિલાની બાળકીને કારમાંથી ફેંકી દેવામાં આવી ત્યારે મહિલા પણ કુદી ગઈ હતી. ઘટનામાં મહિલા ગંબીર ઘાયલ છે જ્યારે 10 મહિનાની બાળકીનું મૃત્યુ થયાના અહેવાલ છે.

ઘટનાની વિગત એવી છે કે, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર પાલધર નજીક એક મહિલા ઈકો કારમાં બેઠી હતી. પાલધરમાં સામાન્ય રીતે લોકો આ રીતે કારમાં પ્રવાસ કરે છે. પરંતુ મહિલા જ્યારે કારમાં બેઠી ત્યારે તેમની પાછળ બેસેલો વ્યક્તી મહિલાની પાછળથી છેડતી કરી રહ્યો હતો. જ્યારે મહિલાએ યુવકનો વિરોધ કર્યો ત્યારે તેના હાથમાંથી તેની 10 મહિનાની બાળકીને બહાર ફેંકી દીધી હતી. મહિલાનું કથન છે કે બાળકી પાછળ તે પણ ચાલુ કારે કુદી ગઈ હતી. તેમજ આ કારમાં 3 લોકો પાછળના ભાગે બેઠા હતા અને તેણી તેમને ઓળખતી ન હતી.

- Advertisement -

હાલ પોલીસે આ મામલે પાલઘરના માંડવી પોલીસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ આદરી છે. મળતી વિગતો મુજબ વિજય કુશવાહા કારનો ચાલક હતો જેના વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ પોલીસના નિવેદનમાં મહિલા પોતાના નિવેદન ફેરવી રહી છે અને 3 વખત અલગ-અલગ નિવેદન આપતા પોલીસે દરેક દિશામાં તપાસ શરૂ કરી છે. સાથે જ પોલીસ હવે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તપાસ આગળ વધારી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં ફરિયાદી મહિલા પોતે ગંભીર રીતે ઘવાયા છે જ્યારે 10 માસની બાળકીનું મોત નિપજ્યું છે. મહિલાના કથન મુજબ મહિલાને કારમાં પાછળ બેઠેલી વ્યક્તિ ગમે ત્યાં સ્પર્શ કરી રહ્યો હતો વિરોધ કરતા તેની બાળકીને કારમાંથી બહાર ફેંકી દેવામાં આવી અને તેણી બાળકીને બચાવવા કુદી જતા ગંભીર ઈજાગ્રસ્ત થઈ છે. સાથે જ તેણીનું કહેવું છે કે તે કારમાં બેઠી ત્યારે અન્ય મહિલાઓ પણ કારમાં હતી પરંતુ તેઓ રસ્તામાં ઉતરી ગઈ હતી બાદમાં તે કારમાં એકલી મહિલા હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular