તુષાર બસિયા, દેવલ જાદવ. નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections) પરિણામની જાહેરાત બાદ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (ADR) દ્વારા એક વિશ્લેષણાત્મક અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં ચૂંટણી જીતેલા 182 ઉમેદવારોના ક્રિમીનલ રેકોર્ડ, આવક અને સંપત્તિ, તેમજ ઉંમર સહિતના મુદ્દે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેના પરથી ગુજરાતની નવી ચૂંટાયેલી 15મી વિધાનસભા કેવી હશે તેનો સારી રીતે અંદાજ આવી શકે છે. સાથે જ મતદારોને પણ કઈ પ્રકારના ઉમેદવારો પસંદ આવ્યા છે પોતાના પ્રતિનિધી તરીકે તેનો પણ મોટો-મોટો ખ્યાલ આવી શકે છે. ત્યારે આ ADRના આ અહેવાલથી આપણે સમજવાની કોશીષ કરીશું કે ગુજરાતની જનતાએ પોતાના વિસ્તાર અને રાજ્યની બાગડોર કોના હાથમાં સોંપવાનું નક્કી કર્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો પર ભાજપના 156 ઉમેદવાર, કોંગ્રેસના 17 અને આમ આદમી પાર્ટીના 5, સમાજવાદી પાર્ટીના 1 અને અપક્ષ 3 ઉમેદવારો ચૂંટાઈને વિજેતા બન્યા છે. આ વિજેતાઓના ક્રિમિનલ રેકોર્ડનું વિશ્લેષણ ADRના અહેવાલમાં જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, 182માંથી 40 એટલે કે 22 % ઉમેદવારો ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે, આ સંખ્યા વર્ષ 2017ની સરખામણીએ ઓછી છે. વર્ષ 2017ની ચૂંટણીમાં કુલ 47 ધારાસભ્યો એટલે કે 47 % ધારાસભ્યો ક્રિમિનલ કેસમાં સપડાયેલા હતા. સાથે જ ગંભીર ગુનાની વાત કરીએ તો 16 % વિજેતા ઉમેદવારો ગંભીર ગુનામાં સપડાયેલા છે જેનો આંકડો વર્ષ 2017માં 18 % હતો.

કેટલા વિજેતાઓ પર કેટલા રજીસ્ટર્ડ ક્રિમિનલ કેસ છે ?



કેટલું ભણેલા ધારાસભ્યો પાસ કર્યા છે ગુજરાતની જનતાએ ?
શિક્ષણની વાત કરીએ ત્યારે રાજ્યમાં ચૂંટાયેલા 182 ઉમેદવારો પૈકી 86 એટલે કે 47 % ધોરણ 5-12 વચ્ચેનું શિક્ષણ ધરાવે છે. જ્યારે 83 એટલે કે 46 % ગ્રેજ્યુએટ કે તેથી વધારે અભ્યાસ કરેલા છે અને 7 ઉમેદવારો માત્ર સાક્ષર છે જ્યારે 6 ઉમેદવારો કે જે હવે ધારાસભ્ય બનશે તેઓ ડૉકટરેટની ડિગ્રી ધરાવે છે.

કેટલા યુવાન ધારાસભ્યો હશે વિધાનસભામાં ?
વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા ઉમેદવારો કે જે રાજ્યની 15મી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જનતાનું પ્રતિનિધી કરશે તેમની ઉંમરના વિશ્લેષણની વાત કરીએ તો, 182 પૈકી 62 એટલે કે 34 % ઉમેદવારો 25 થી 50 વર્ષ સુધીના છે. જ્યારે 120 વિજેતા ઉમેદવારો એટલે કે 66 % 51 થી 80 વર્ષની વચ્ચેની વય ધરાવે છે.

ટોપ 5 વયોવૃધ્ધ વિજેતા ધારાસભ્યો

વિધાનસભામાં મહિલાઓને કેટલું મળ્યું પ્રભુત્વ ?
દેશ સહિત રાજ્યમાં પણ મહિલાઓના ઉત્થાન અને મહિલાઓને ચૂંટણીમાં પ્રતિનિધિત્વની વાત અવાર-નવાર સામે આવતી હોય છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ વિજેતાઓના વિશ્લેષણ કરતા કંઈક જૂદુ જ ચિત્ર જોવા મળે છે. જેમાં ADRનું વિશ્લેષણ જણાવે છે કે, ચૂંટાયેલા 182 પ્રતિનિધિ પૈકી 15 એટલે કે 8 % મહિલાઓ છે. પરંતુ આ સંખ્યામાં ગત વિધાનસભા કરતા સારી સ્થિતી હોય તેમ જણાય છે કારણ કે, વર્ષ 2017ની વિધાનસભામાં મહિલાઓની સંખ્યા 13 હતી જે વધીને હવે 15 થઈ છે. પરંતુ જે પ્રકારે મહિલાઓના પ્રતિનિધિત્વની અને ઉત્થાનની વાતો થાય છે તે પ્રકારે સંખ્યામાં વધારો થતો જોવા મળતો નથી.
વાત કરીએ માલ-મિલકતની તો વિજેતાઓની સ્થિતી આવી છે
વાત કરવામાં આવે મિલક્તની તો 2022ની વિધાનસભા ચૂંટણીના વિજેતા કુલ 182 પૈકી ભાજપના 156 ઉમેદવારોની સરેરાશ મિલકત 17.115 કરોડ છે. જ્યારે કોંગ્રેસના વિજય થયેલા 17 ઉમેદવારોની સરેરાશ 5.51 કરોડની મિલકત છે. આમ આદમી પાર્ટીના 5 વિજેતા ઉમેદવારોની સરેરાશ મિલકત અન્ય પક્ષોની સાપેક્ષમાં ઓછી એટલે કે 98.70 છે પણ સમાજવાદી પાર્ટીના એક માત્ર ઉમેદવાર અને વિજેતા ઉમેદવાર કાંધલ જાડેજાની મિલકત 20.94 કરોડ છે અને અપક્ષ વિજેતા થયેલા 3 ઉમેદવારોની સરેરાશ મિલકત 63.94 કરોડ છે.
ટોપ 10 મિલકત ધારકો જે વિજેતા થયા

10 સૌથી ઓછા મિલકત ધારકો જે ચૂંટણી જીત્યા છે

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796