Sunday, April 19, 2026
HomeGeneralગુજરાતની 15મી વિધાનસભા માટે 18માં CM તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા, જાણો...

ગુજરાતની 15મી વિધાનસભા માટે 18માં CM તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા, જાણો મંત્રીમંડળમાં કોનો સમાવેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આજે ભાજપ ફરી એકવાર સરકાર બનાવવા માટે જઈ રહી છે. ગાંધીનગરના સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર આજે શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. આ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લીધા હતા. શપથવિધિ સમારંભને ભવ્ય બનાવવા માટે 10 હજારથી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રીના શપથવિધિના કાર્યક્રમ માટે PM નરેન્દ્ર મોદી, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થીત રહ્યા હતા. મુખ્યમંત્રીની સાથે ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાધવજી પટેલ, બળવંતસિંહ રાજપુત, કુંવરજી બાવળીયા, મુળુભાઈ બેરા, ડો.કુબેરભાઈ ડિંડોર, ભાનુબેન બાબરીયાએ શપથ લીધા છે. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી સ્વંતત્ર હવાલો તરીકે હર્ષ સંધવી અને જગદીશ વિશ્વકર્માએ શપથ લીધા છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે પરસોતમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરીયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.

- Advertisement -

ગુજરાતના ઇતિહાસમાં સતત બીજીવાર શપથ લેનારા પ્રથમ પાટીદાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છે. અગાઉ કોઈપણ પાટીદાર મુખ્યમંત્રી 5 વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નથી. 62 વર્ષના ઇતિહામાં પ્રથમવાર કોઈ પાટીદાર બીજીવાર વાર CM બન્યા છે. જોકે ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળના શપથ લેનારા મંત્રીઓને આજે સાંજ સુધીમાં ખાતા ફાળવી દેવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular