નવજીવન ન્યૂઝ. જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકીઓ સતત હુમલા કરતાં રહે છે. સ્થાનિક લોકો પર ગોળીબાર કરવાની વાતો રોજ સામે આવે છે. પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકી સંગઠનો પોતાના મનસૂબાને પાર પાડવા અવનવા નુસખા અપનાવે છે, જેને ભારતીય જવાનો હંમેશા નાકામ બનાવે છે. ત્યારે જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અથડામણમાં (Shopian encounter) એક આતંકવાદીને ઠાર કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ કાશ્મીરના શોપિયા જીલ્લામાં આવેલા કથોહલાન વિસ્તારમાં આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકીઓએ કરેલા ગોળીબારને પગલે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળોએ TRF નામના આતંકી સંગઠન સાથે જેડાયેલા આતંકીને ઠાર માર્યો હતો. જે આતંકીને સુરક્ષાદળોએ ઠાર માર્યો છે તેની ઓળખ મયસર અહમદ ડાર નામે થઈ છે. આતંકી મયસર અહમદ તાજેતરમાં લશ્કર પ્રૉક્સી ટીઆરએફમાં સામેલ થયો હતો. તે સ્થાનિક હતો અને શોપિયાંના વેશ્રોનો રહેવાસી હતો. તે એક અઠવાડિયા પહેલા આતંકી ગ્રુપમાં સામેલ થયો હતો. તેમજ આ ઘટના અંગેની માહિતી કાશ્મીર ઝોન પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 15 દિવસ અગાઉ પણ જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર માર્યા હતા. DGPએ કહ્યું હતું કે કુપવાડા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓ સહિત 5 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. સેનાએ ઘુષણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરી દીધો તો પાકિસ્તાની સેનાએ પણ ફાયરિંગ શરૂ કર્યું હતું. જેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








