Saturday, April 18, 2026
HomeNationalPM મોદીના જન્મદિવસે લાવેલા વધુ એક ચિત્તાનું મોત, છેલ્લા 4 મહિનામાં 7...

PM મોદીના જન્મદિવસે લાવેલા વધુ એક ચિત્તાનું મોત, છેલ્લા 4 મહિનામાં 7 ચિત્તાના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મધ્યપ્રદેશઃ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ ચિત્તા પર હવે જોખમ મંડરાઈ રહ્યું છે. કારણ કે એક બાદ એક ચિત્તાના મોત થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીના (PM Modi) જન્મદિવસે મધ્યપ્રદેશના (Madhya Pradesh) કૂનો નેશનલ પાર્કમાં (Kuno National Park) દક્ષિણ આફ્રિકાથી (South Africa) 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 18 ફેબ્રુઆરીના રોજ વધુ 8 ચિત્તાને કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે આજે આ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા વધુ એક ચિત્તાનું મોત (Cheetah death) નિપજ્યું છે. કૂનો નેશનલ પાર્કમાં છેલ્લા 4 મહિનામાં 7 ચિત્તાના મોત નિપજ્યા છે.

કૂનો નેશનલ પાર્કમાં વધુ એક નર ચિત્તા તેજસનું (Tejas) મૃત્યુ થયું છે. તેજસ મોનિટરિંગ ટીમને ઘાયલ અવસ્થામાં પાર્કમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ મોનિટરિંગ સેલ દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી, ચિત્તાના ગળા પર ઈજાના નિશાનો જોવા મળતા મોનિટરિંગ ટીમ દ્વારા પાલપુર મુખ્યાલયમાં વન વિભાગને માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પાલપુરની ટીમ કૂનો નેશનલ પાર્કમાં તેજસની તપાસ કરવા માટે પહોંચી હતી. તબીબની ટીમે ચિત્તાની સારવાર માટે તેને બેભાન કર્યો હતો. ત્યાર બાદ થોડા સમય પછી તેનું મૃત્યુ થયું હતું.

- Advertisement -

તેજસ એ ચિત્તાઓમાં સામેલ છે જેને દક્ષિણ આોફ્રિકાના નામિબિયાથી ભારત લાવવામાં આવ્યો હતો. કૂનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં છેલ્લા ચાર મહિનામાં જ 4 ચિત્તા અને 3 ચિત્તાઓના બચ્ચાના મોત થયાં છે. જે તમામ દક્ષિણ આફ્રિકાથી આવેલા છે. તેજસના મોત બાદ મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ ચિત્તાના મોતનું સાચું કારણ જાણી શકાશે. આ અંગે DFO પી. કે. વર્માનું કહેવું છે કે, તેજસના ગળામાં કેવી રીતે ઈજા થઈ અને તેનું મોત કેમ થયું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે વાડામાં તેની સાથે કોઈ અન્ય ચિત્તો ન હતો, હાલ માત્ર 5 ચિત્તા છે અને તે પણ અલગ અલગ વિસ્તારમાં છે.

અગાઉ 25 મેના રોજ કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાના વઘુ બે બચ્ચાઓના મૃત્યુ થયા હતા. છેલ્લા ચાર મહિનાઓમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા પહેલા ચાર ચિત્તા અને ત્યારબાદ ત્રણ બચ્ચાના જુદા-જુદા કારણોસર મૃત્યુ થયા હતા. આજે તેજસના મોત બાદ કૂનો નેશનલ પાર્કમાં 16 પુખ્તવયના અને 1 બચ્ચુ હયાત છે. કૂનો નેશનલ પાર્કમાં છેલ્લા કેટલાક સમયથી ચિત્તાઓના થઈ રહેલા મોત બાદ વન્ય જીવ વિશેષજ્ઞોએ પાર્કમાં જીવીત ચિત્તાઓ વિશે ચિંતા વ્યક્ત કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular