Sunday, August 16, 2026
HomeGujaratSuratસુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી મામલે PSI સસ્પેન્ડ, સ્મગલર્સ સાથે હતી સંડોવણી

સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી મામલે PSI સસ્પેન્ડ, સ્મગલર્સ સાથે હતી સંડોવણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat gold smuggling case: તાજેતરમાં સુરતના એરપોર્ટ (Surat Airport) પરથી સોનાના દાણચોરની (Gold Smuggling) ઘટના સામે આવી હતી. જે મામલે DRIએ બાતમીના અધારે અન્ય દેશમાંથી સોનાની દાણચોરી કરતા સ્મલગરને 25 કરોડ રૂપિયાથી વધુ કિંમતના સોના સાથે ઝડપી લીધો હતો. સ્મગલરોએ દુબઈથી લાવવામાં આવેલું સોનું એરપોર્ટના બાથરૂમમાં છૂપાવી દીધું હતું. ત્યાર બાદ બીજા દિવસે આ સોનાને સગેવગે કરવાની જવાબદારી એરપોર્ટ પર PSI તરીકે ફરજ બજાવતા પરાગ દવેને સોંપાઈ હતી. આ દાણચોરીમાં PSIની સંડોવણી સામે આવતા સુરત પોલીસ કમિશનરે પણ PSI સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે.

સુરતના આંતરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બે દિવસ અગાઉ 25 કરોડથી વધુની કિંમતનું સોનું ઝડપાયું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સ્મલગરે દુબઈથી સુરત એરપોર્ટ પર કરોડો રૂપિયાના સોનાની દાણચોરી કરી હતી. ત્યાર બાદ દાણચોરી કરેલું સોનું એરપોર્ટના બાથરૂમમાં સંતાડી દીધુ હતું. જોકે એરપોર્ટના બાથરૂમ સોનું સંતાડ્યું હોવાની બાતમી DRIને મળતા DRIની ટીમે એરપોર્ટના બાથરૂમમાં દરોડો પાડ્યો હતો. જેમાંથી કરોડો રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. જે મામલે DRIએ ઉંડાણપૂર્વક તપાસ કરતા એરપોર્ટ પર PSI તરીકે ફરજ બજાવતા પરાગ દવેની સંડોવણી સામે આવી હતી. પરાગ દવે સ્મલગરો સાથે સાંઠગાંઠ ધરાવતા હતા. PSI પરાગ દવેને દાણચોરી વાળું સોનું સગેવગે કરવાની જવાબદારી સોંપાઈ હતી. તેમને ખબર હતી કે, દાણચોરીનું સોનું ક્યાં મોકલવાનું છે. દાણચોરી કેસમાં સ્મલગર પકાડતા PSI પરાગ દવેએ પોતાનું સિમકાર્ડ તોડી નાખ્યું હતું. સામે આવ્યું છે કે, મોટાભાગના કોલ સોશિયલ મીડિયા મેસેજ મારફતે કરવામાં આવ્યા હતા.

- Advertisement -

PSI પરાગ દવેની દાણચોરી મામલે સંડોવણી સામે આવતા સુરત પોલીસ કમિશનર અજય તોમરે PSI પરાગ દવેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. તેમજ PSIની અટકાયત કરી તપાસ ક્રાઈમ બ્રાંચના DCP રૂપલ શાહને સોંપવામાં આવી છે. હાલ ક્રાઈમ બ્રાંચે દાણચોરી મામલે PSI સહિત 4 લોકોની અટકાયત કરી છે અને સોનું કોને પહોંચાડવાનું હતું, તેમજ દાણચોરીના આખા નેટવર્કમાં કોની કોની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથધરી છે.

Tag: Gold Smuggling in Surat, Surat News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular