નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election) યોજાવાની છે. જેને લઈને ભાજપ દ્વારા ગુજરાતમાં ત્રણેય રાજ્યસભાની બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવવામાં આવ્યો છે. ભાજપ (BJP Gujarat) દ્વારા રાજ્યસભાના સાંસદ તરીકે આ વખતે ફરી એકવાર એસ. જયશંકરને રિપીટ કર્યા છે. જ્યારે બે નામનો લઈ છેલ્લા ઘણા સમયથી ભાજપ હાઈકમાન્ડમાં બેઠકોનો દોર જોવા મળ્યો હતો. ત્યાર બાદ આજરોજ લાંબી ચર્ચા વિચારણા બાદ ભાજપ દ્વારા બંને ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે બે વાગ્ય આસપાસ બંને નવા ઉમેદવારો ફોર્મ ફરી દાવેદારી નોંધવશે.

ભાજપે બે ઉમેદવારો તરીકે બાબુ દેસાઈ (Babu Desai) અને કેસરીસિંહ ઝાલાના (Kesarisinh Jhala) નામની જાહેરાત કરી છે. બાબુ દેસાઈ ઉત્તર ગુજરાતમાં મોટું નામ છે. બાબુદેસાઈ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. જ્યારે બીજું નામ કેસરિસિંહ ઝાલાનું સામે આવ્યુ છે, જે મોરબીના વાંકાનેરના રાજવી પરિવારમાંથી આવે છે. કેસરીસિંહ ઝાલા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે. હાલ બંને ઉમેદવારો નામની જાહેરાત થતાં ભાજપે ફરી એકવાર માલધારી સમાજ અને રાજપૂત સમાજના આર્કષવા માટે માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જુગલજી ઠાકોર, દિનેશ આનવાડિયા અને એસ. જયશંકર કાર્યકાળ પૂર્ણ થઈ જતા, જે બાદ ફરી એકવાર આ ત્રણ બેઠકોમાં બે નવા ચહેરાઓને તક આપી ભાજપે આગામી લોકસભાની ચૂંટણીમાં માલધારી સમાજ અને ક્ષત્રિય સમાજને પોતાના તરફેણમાં કરવા આ રણનીતિ અપનાવી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે કોંગ્રેસ દ્વારા સંખ્યા બળ ઓછું હોવાના કારણે રાજ્યસભાની ચૂંટણી ઉમેદવાર ઉભા ન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ આ ત્રણેય બેઠક બિનહરીફ ચૂંટાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








