Sunday, June 14, 2026
HomeGeneralતલાટીઓના ફરી આંદોલનના ચમકારાઃ TDO પૈસા માગતા હોવાના આક્ષેપ સાથે 27મીએથી હડતાળની...

તલાટીઓના ફરી આંદોલનના ચમકારાઃ TDO પૈસા માગતા હોવાના આક્ષેપ સાથે 27મીએથી હડતાળની ચીમકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.બનાસકાંઠાઃ બનાસકાંઠામાં તલાટી મંડળ ફરી આંદોલનના માર્ગ પર ચઢે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવાઈ રહી છે. બનાસકાંઠા તલાટી મંડળ દ્વારા દાંતિવાડા તાલુકા વિકાસ અધિકારી પર આરોપ લગાવ્યા છે કે તેમના દ્વારા આર્થિક માગણીઓ કરવામાં આવે છે. 33 ટકા કર વસૂલાત હોવા છત્તાં ટીડીઓ ઈજાફો અટકાવી દે છે તેવા આરોપો સાથે તલાટીઓએ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી દીધી છે.



બનાસકાંઠા તલાટી મંડળે ટીડીઓ સામે પગલા લેવાની માગ કરી છે. તેમણે પોતાની માગણીઓ મામલે ડે. ટીડીઓને રજૂઆત કરી છે. તેમણે તપાસ કરવા અને પગલા લેવાની માગણી સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો માગણીઓ નહીં પુરી કરવામાં આવે તો તલાટી મંડળ દ્વારા આગામી 27 જુનથી હડતાળ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બનાસકાંઠા વિકાસ અધિકારીને મળવાના મામલે 26 માર્ચે ત્રણ વાગ્યાનો સમય લીધો હતો, પરંતુ મંડળને સાંજના પાંચ વાગ્યા સુધી બેસી રહેવું પડ્યું હતું. જે મંડળને ગમ્યું ન્હોતું ત્યારે તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખને જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરમાં પ્રવેશ આપવાની ના પાડી દીધી જે તેમને વધુ માઠુ લગાડનારું હતું જેના કારણે લાલઘૂમ થયેલા તલાટી મંડળે ઘણી નારાજગી વ્યક્ત કરી હતી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular