Sunday, June 14, 2026
HomeGeneralધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને કહ્યું, 'ઈ-મેમો બંધ કરો- રાજકોટમાં લોકો પીસાઈ રહ્યા...

ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને કહ્યું, ‘ઈ-મેમો બંધ કરો- રાજકોટમાં લોકો પીસાઈ રહ્યા છે’

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટઃ ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટમાં ઈ મેમો દ્વારા દંડાતા વાહન ચાલકોના પક્ષમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. રાજકોટમાં કુલ વાહનો કરતાં બમણાથી વધુ ઈ મેમો કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું છે કે, રાજકોટમાં અત્યાર સુધી 24.30 લાખ લોકોને ઈ મેમો આપવામાં આવ્યા છે, તેમાંથી 75 ટકા વાહન ચાલકોનો 150 કરોડનો દંડ ભરવાનો બાકી છે.



તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી તેમાં કહ્યું કે, રાજકોટના લોકોમાં ઈ મેમો ભરવાને લઈને નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 180 કરોડ રૂપિયાનો દંડ કરાયો છે. લોકો પીસાઈ રહ્યા છે.

થર્ડ આઈ કેટલું સફળ?

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, આઈ વે પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં શહેરમાં ચોરી, લૂંટ, વગેરે ગુનાખોરીને પહોંચી વળવા થર્ડ આઈ પ્રોટેક્શન એટલે કે સીસીટીવીના માધ્યમથી કામગીરી શરૂ કરી દેવાઈ છે જેની પાછળ 70 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરાયો છે. જોકે કરોડોના ખર્ચે વસાવાયેલા આ સીસીટીવીથી ઈ મેમો પણ આપવામાં આવી રહ્યા છે. ટ્રાફીકના સંચાલનમાં પણ તે એટલા જ જરૂરી બન્યા છે. લોકો કાયદો જાળવે તો આ દંડ થતો નથી પરંતુ કાયદો જાળવવો નથી અને સીસીટીવીનો વાંક કાઢવો છે તેવો ઘાટ ઘડાયો છે. જોકે બીજી તરફ એવી પણ દલીલ થઈ રહી છે કે તો લૂંટ અને અન્ય ગુનાઓને નાથવામાં આ ટેક્નોલોજીનો કેટલો ઉપયોગ થાય છે?



દંડ બાકીનો બાકી, ભરવામાં લોકોની ઉદાસીનતા

કુલ 180 કરોડ રૂપિયાનો દંડ કરાયો છે જેમાંથી હજુ 150 કરોડ રૂપિયા જેટલો દંડ તો વસુલાયો પણ નથી. તે હજુ બાકીનો બાકી જ ચાલ્યા કરે છે. મતલબ કે દંડ પણ લોકો ભરી રહ્યા નથી. લોકોનું કહેવું છે કે સીસીટીવીનો ઉપયોગ ક્રાઈમ અટકાવવા થાય તે સારું છે, પણ ટ્રાફિક પોલીસ તેનો દુરુપયોગ કરી માત્ર વાહન ચાલકોને દંડવાના જ કામ કરે છે. ટ્રાફિક સિગ્નલ્સ કેટલા કાર્યરત હોય છે તે દરેક વાહન ચાલકને ખબર છે, ટ્રાફિકનું મેનેજમેન્ટ કેટલું થાય છે તે પણ બધા જુએ જ છે. દંડ ફટકારવા હોય તો તે પ્રમાણેની ફેસીલીટી પણ પ્રોવાઈડ થતી નથી. સાથે જ લોકોને ટ્રાફિકના નિયમો અંગે સજાગ કરવાની જરૂર છે. લોકોને રોંગ સાઈડ- ઝિબ્રાક્રોસિંગનો મતલબ શું છે વગેરે અંગે સમજ આપવી જરૂરી બની છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular