Friday, June 12, 2026
HomeGujaratAhmedabadMontu Namdar ને તેની કરતૂતો ભારે પડી, ત્રણ દિવસમાં 3 FIR અને...

Montu Namdar ને તેની કરતૂતો ભારે પડી, ત્રણ દિવસમાં 3 FIR અને હવે…

- Advertisement -

Khadiya Police register FIR against Montu Namdar : ભાજપ કાર્યકર્તાના હત્યારા અને આજીવન કેદની સજાના આરોપી મોન્ટુ નામદાર સામે એક પછી એક એમ કુલ ત્રણ ફરિયાદો નોંધાઈ છે. બીજી તરફ મોન્ટુ નામદારે અમદાવાદના ખાડિયા વિસ્તાર તેમજ પોલીસ સ્ટેશન ખાતે મચાવેલા આતંક બાદ તેની ફર્લો રજા કેન્સલ (Montu Namdar furlough leave cancelled) થતાં તેને વડોદરા જેલમાં ધકેલી દેવાયો છે. મોડી રાતે ખાડિયા પોલીસ સ્ટેશનના હે.કૉ. ધર્મેશ ભરવાડે (Dharmesh Bharwad Khadiya Police Station) નોંધાવેલી ફરિયાદમાં મોન્ટુ નામદાર, મોન્ટુના પુત્ર પ્રિન્સ તેમજ ગુનેગાર નાદીરખાન નવાબખાન પઠાણ ઉર્ફે બાબાખાન (Nadirkhan Nawabkhan Pathan alais Babakhan) ને આરોપી બતાવાયા છે.

મોન્ટુ નામદાર સામે કેટલી થઈ FIR ?

- Advertisement -

વડોદરા સેન્ટ્રલ જેલ (Vadodara Central Jail) માં આજીવન કેદની સજા ભોગવતા મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર (Montu Gandhi alias Montu Namdar) ને ફર્લો રજા મળતા તે ગત મંગળવારે જેલમાંથી બહાર આવતાની સાથે ખાડિયા પહોંચ્યો હતો. હત્યા કેસના સાક્ષીની ઑફિસ પાસે ટ્રાફિકથી ભરચક રોડ બંધ કરાવી દઈ નશામાં ચૂર મોન્ટુ અને તેના સાગરિતોએ ત્યાં ફટાકડા ફોડ્યા અને સાક્ષી જોશ જુગ્નુભાઈ ગાંધીને ગાળો બોલી ધમકી આપી હતી. ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટેલા મોન્ટુ નામદારને ખાડિયા પોલીસ પકડીને સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં પોલીસ કર્મચારી ધર્મેશ ભરવાડને મોન્ટુ, પ્રિન્સ નામદાર તેમજ નાદીરખાન ઉર્ફે બાબાખાનએ ઝઘડો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. HC Dharmesh Bharwad ને ગાળો બોલી મોન્ટુ નામદારે “2022ના હત્યા કેસમાં તે જ મારી ધરપકડ કરી હતી તને છોડીશ નહીં” તેમ કહી ધમકી આપી હતી. ખાડિયા પોલીસે પ્રોહિબિશન, સાક્ષીને ધમકાવવાની તેમજ પોલીસ કર્મચારી ધર્મેશ હિન્દુભાઈ ભરવાડને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના એમ કુલ ત્રણ ગુના નોંધ્યા છે.

એક કેસમાં ધરપકડ, બેમાં બાકી

મોન્ટુ નામદારની ખાડિયા પોલીસે ગત મંગળવારે પ્રોહિબિશનના કેસમાં ધરપકડ કરી લીધી હતી. પોલીસ ધરપકડથી બચવા જતાં છત ઉપરથી પટકાયેલા મોન્ટુ નામદારને પગમાં ગંભીર ઈજાઓ થતાં તેને ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબે પગની સર્જરી કરી હતી. ખાડિયા પોલીસના રિપોર્ટ આધારે મોન્ટુની ફર્લો કેન્સલ થતાં તેને હૉસ્પિટલમાં રજા અપાવી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો છે. હત્યા કેસના સાક્ષી જોશ ગાંધી તેમજ હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ભરવાડે નોંધાવેલા બે ગુનામાં આગામી દિવસોમાં પોલીસ મોન્ટુ નામદારની ધરપકડ (Montu Namdar will be arrested) કરવા પોલીસ કાર્યવાહી આરંભશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular