Sunday, June 14, 2026
HomeGeneralવર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે, આ નિર્ણય હાઈ કમાન્ડ કરશે: સી.આર.પાટિલ

વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે, આ નિર્ણય હાઈ કમાન્ડ કરશે: સી.આર.પાટિલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ દ્વારા અલગ અલગ જગ્યાઓએ સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગરની એક સભામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે ફરી એક વાર જાહેર મંચ ઉપરથી જાહેરાત કરી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમા ઘણા બધા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે.



અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ ગુજરાત સરકારમાં મુખ્યમંત્રીથી લઈને આખું મંત્રી મંડળ બદલવામાં આવ્યું હતું, તે સમયે એવી અટકળો ચાલી હતી કે આગામી વિધાનસભા ચૂંટણીમા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે, પરતું ત્યાર બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે આ બીજી વખત જાહેર મંચ ઉપરથી આવી જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે ભાજપમાં વધી રહેલા જુથવાદ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

સી.આર.પાટિલે જણાવ્યુ હતું કે, “આગામી વિધાનસભાની ચૂંટણીમા વર્તમાન કે ભૂતપૂર્વ ધારાસભ્યો કે ભાજપના કોઇપણ નેતાની ટીકીટને લઇને કોઇ ચોક્કસ ગણતરી રાખવી નહીં. હાઇ કમાન્ડ જેને ટિકીટ આપે તેને જીતાડવા માટે કાર્યકર્તાઓને કામ કરવાનું છે. કોઇ તમને લાલચ આપે, અને કહે કે પાર્ટીમાં ટીકીટ માટે મારી સાથે રજૂઆત કરવા આવજો તો તેમાં જોડાતાં નહીં. પેજ કમિટીના સભ્યોનું એ કામ નથી, એ બાબત પાર્ટી નક્કી કરશે તમારે કોઇના ટોળામાં સામેલ થવું નહીં.”



આ ઉપરાંત તેમણે ભાજપમાં આંતરિક જુથવાદ અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે, “કાર્યકર્તાઓએ કોઇના ગ્રુપમાં જવાનું નથી, જૂથવાદ ન થાય તેની ચિંતા કરજો. કોઇ તમને સાથે રાખવાનો પ્રયત્ન કરશે પણ તેમની વાતોમાં આવવાની જરૂર નથી. એ લોકો પણ પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમનું કામ પાર્ટી જાણે છે અને તે હિસાબે જ ટીકીટો મળશે.”


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular