Friday, April 17, 2026
HomeGujaratસુરેન્દ્રનગરના 2 યુવાનોનું અપહરણ થયુ ,1 કરોડની ખંડણી માંગી, PI અશરફ બલોચે...

સુરેન્દ્રનગરના 2 યુવાનોનું અપહરણ થયુ ,1 કરોડની ખંડણી માંગી, PI અશરફ બલોચે કઈ રીતે યુવાનોને છોડાવ્યા જાણો

- Advertisement -

ભાગ-3: ક્રાઈમ પેટ્રોલ સિરિયલમાં પોલીસ જે રીતે કામ કરતી બતાડી છે તેના કરતા વાસ્તવીક રીતે પોલીસનું ખુબ અઘરૂ હોય છે.ગત વર્ષની અંત થવાની તૈયારી હતી અને 2021નું વર્ષ શરૂ થવાને થોડાક જ કલાક બાકી હતા, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળી કે સુરેન્દ્રનગરના બે યુવાનોનું અપહરણ થયુ અને અપહરણકર્તાએ એક કરોડની માગણી છે. આ કેસ અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર અશરફ બલોચને સોંપવામાં આવ્યો અને તેમણે 48 કલાકમાં યુવાનોને છોડાવી અપહરણકર્તાને ઝડપી લીધા હતા, ઈન્સપેકટર અશરફ બલોચના સફળ ઓપરેશનની ભારત સરકારે કદર કરી તેમને ખાસ સન્માન આપવાનો નિર્ણય કર્યો છે



ઘટનાની શરૂઆત કઈક આ પ્રમાણે થઈ હતી તા 31મી ડીસેમ્બર 2020નો દિવસ હતો સુરેન્દ્રનગર રહેતા આઝાદ હુદ્દાનો દિકરો સમીર હુદ્દા અને તેની જ પડોશમાં રહેતો તેનો મિત્ર સલીમ વઢવાણીને અમદાવાદ કામ હતું આથી તેમણે પોતાની ઈકો કાર લઈ અમદાવાદ જવાનું હતું પણ તેમની સાથે સીક્ંદર હોદ્દા જે સમીરના સગા પણ થતાં હતા તેઓ પણ અમદાવાદ જવા તૈયાર થયા સીકંદરને ગરમ મસાલાનો ધંધો હતો , સીંકદર અમદાવાદથી ખરીદી કરવા માગે છે તેમ જણાવી તેઓ પણ કારમાં ગોઠવાઈ ગયા હતા, કારના ડ્રાઈવર તરીકે જગદીશ મહારાજ હતો, સવારના ઈકો કારમાં સમીર અને સલીમ નિકળ્યા પછી સાંજના સુમારે સલીમના પિતાને કોઈક કામ આવતા તેમણે પોતાના દિકરા સલીમને ફોન લગાવતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો,

આથી સલીમના પિતાએ આઝાદ હુદ્દાને જાણ કરી સમીરનો સંપર્ક કરવા કહ્યુ પણ જયારે સમીરનો સંપર્ક કરવાનો પ્રયત્ન થયો ત્યારે ખબર પડી કે સમીરનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે, આથી બંન્ને પરિવારના સભ્યો ચીંતામાં પડી ગયા કારણ સમીર અને સલીમનો કોઈ પત્તો ન્હોતો આ દરમિયાન સમીરને બહેન રેશ્માનો કોઈ અજાણી મહિલાનો ફોન આવ્યો અને તેણે જાણકારી આપી કે વસ્ત્રાલ સ્વામીનારાયણ મંદિર પાસેથે સમીર અને સલીમને કોઈ પોલીસવાળા ઉપાડી ગયા છે અને અસલાલી પોલીસ સ્ટેશન લઈ ગયા છે, સલીમ અને સમીર હજી માંડ વીસ વર્ષના હતા, તેમણે શુ કામ પોલીસ પકડી ગઈ હશે તેવી દહેશત અને ચીંતા વચ્ચે તેમનો પરિવાર અમદાવાદ અસલાલી પોલીસ સ્ટેશન પહોંચ્યો પરંતુ અસલાલી પોલીસે ઈન્કાર કરી દીધો કે તેઓ કોઈને વસ્ત્રાલમાંથી પકડી લાવ્યા જ નથી. આમ જેમ જેમ સમય આગળ વધવા લાગ્યો તેમ તેમ ચીંતા વધતી હતી,



આ શોધખોળ ચાલુ હતી ત્યારે આઝાદભાઈ ઉપર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો કે સમીર અને સલીમ અમારી પાસે છે જીવતા જોઈતા હોય. તો એક કરોડ તૈયાર રાખો, પોતાના દિકરાનું અપહરણ થયુ છે તેવી ખબર પડતા હુદ્દા ભાંગી પડયા હતા, પણ તેમને ફોન કરનાર ઉપર શંકા વ્યકત કરતા અપહરણકર્તાએ ફોન ઉપર સમીર સાથે વાત કરાવી ત્યારે ડરી ગયેલા સમીરે પોતાના પિતાને કહ્યુ અમને અહિયાથી લઈ જાવ નહીંતર અમને આ લોકો મારી નાખશે, દિકરાનો અવાજ સાંભળી એક પિતાની હાલત શુ થઈ હશે તેની કલ્પના જ કરવી રહી, હવે આ મામલે પોલીસનો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો અને તેઓ સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન પહોચ્યા પરંતુ અપહરણ અમદાવાદથી થયુ હોવાને કારણે તેમને અમદાવાદ પોલીસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી.

- Advertisement -

સમીર અને સલીમના પિતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આવ્યા અને તેમણે જોઈન્ટ પોલીસ કમિશનર અમીત વિશ્વકર્માનો સંપર્ક કર્યો, અનુભવી પોલીસ અધિકારી તરીકે વિશ્વકર્મા બનાવની ગંભીરતા સમજી ગયા અને તેમણે એસીપી ડી પી ચુડાસમાને બોલાવી જરૂરી સુચના આપી હતી, એસીપી ડી પી ચુડાસમાએ પોતાની ટીમના પોલીસ ઈન્સપેકટર અશરફ બલોચને અપહરણની વિગત સમજાવી ઓપરેશનની તૈયારી કરવાનો આદેશ આપ્યો, પરંતુ પોલીસને અપહરણકર્તાને ઓળખી કાઢવા અને તેના સુધી પહોંચવા માટે સમય જોઈ હતો આથી ઈન્સપેકટર બલોચે અપહરણકર્તા સાથે કઈ રીતે ડીલ કરવુ તેની સમજ આપી, તા 1 જાન્યુઆરી રાતના બાર વાગે ફરી અપહરણકર્તાએ ફોન કરી એક કરોડની માગણી કરી, અગાઉથી નક્કી થયા પ્રમાણે હુદ્દાએ અપહરણકર્તાને કહ્યુ કરોડની વ્યવસ્થા થઈ નથી ત્રીસ લાખ તૈયાર છે.

જો કે અપહરણકર્તા નારાજ થયા અને તેમણે ચાલીસ લાખ તૈયાર રાખવાની સુચના આપી ફોન કાપી નાખ્યો હતો, આ ફોનના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટેકનીકલ ટીમ કામે લાગી અને તેઓ અપહરણકર્તાનો પત્તો શોધવા લાગી હતી, ઓપરેશન મોટુ હતું કારણ સૌથી મહત્વનું હતું સમીર અને સલીમને જીવતા છોડાવવાના હતા કારણ જો અપહરણકર્તાનો જરા પણ ગંધ આવી જાય તો બંન્ને યુવાનોની હત્યા થવાનો ડર હતો, આ ઓપરેશન પાર પાડવા સાત પોલીસ ઈન્સપેકટરો તેમને સબઈન્સપેકટરો અને સ્ટાફ સાથે 130 પોલીસને ટીમમાં સામેલ કરવામાં આવી હતી. દરમિયાન અપહરણકર્તાએ ફોન કરી જાણકારી આપી કે પૈસા વડોદરા આપવાના રહેશે અને પૈસા મળ્યા પછી તેઓ સમીર અને સલીમને છોડી દેશે. આથી પોલીસને ટીમને વડોદરા રવાના કરવામાં આવી, પણ અપહરણકર્તા ચાલાક નિકળ્યા તેમણે થોડા સમય પછી પછી ફરી લોકેશન બદલી કહ્યુ પૈસા બોરસદ પાસે લઈ આવવાનું છે.



સમીરના પિતાને બોરસદ આવવાની સુચના મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ રસ્તાઓ ઉપર ગોઠવાઈ તેમજ સમીરના પિતા સાથે પણ ખાનગી ડ્રેસમાં પોલીસ હતી પરંતુ તમામ ટીમને સુચના હતી કે જયાં સુધી સમીર અને સલીમ પરત મળે નહીં ત્યાં સુધી કોઈ ટીમ એકશનમાં આવશે નહીં સાંજના સુમારે સમીરના પિતા બોરસદ નજીક આવેલા અંપાડા ગામ પાસે પહોંચ્યા ત્યાં અપહરણકર્તા આવી પહોંચ્યા અને તેમણે પૈસાની માગણી કરતા સમીરના પિતાએ ચાલીસ લાખ તેમને આપી દેતા તરત અપહરણકર્તાએ સમીર-સલીમ અને તેમને ઈકો કાર પરત કરી હતી, પોતાના સંતાનને જીવતો જોતા તેના પિતા પોતાના આંસુ રોકી શકયા નહીં. ઓપરેશનમાં સામેલ રહેલા સ્ટાફે જયારે સુચના આપી સમીર અને સલીમ મળી ગયા છે તેની સાથે ઈન્સપેકટર અશરફે પોતાની ટીમને એલર્ટને કરી પૈસા સાથે નિકળેલા અપહરણકર્તાને દબોચી લેવાની સુચના આપી

પોલીસ જાણકારી મળી કે અપહરણકર્તા આણંદથી બગોદરા તરફ એક કારમાં જઈ રહ્યા છે આથી પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી વાહન ચેકીંગ શરૂ કર્યુ પરંતુ અપહરણકર્તા પોલીસની માનસીકતા સમજતા હતા તેમણે રસ્તામાં પોતાની કાર છોડી એક મિની ટ્રકમાં મુસાફરી શરૂ કરી હતી, પરંતુ વેજલકા ગામના પાટીયા પાસે વાહન ચેકીંગ કરી રહેલી પોલીસને મિની ટ્ર્કમાં બેઠેલા મુસાફરો અંગે શંકા જતા તેમનું નામ અને ઠેકાણુ પુછતાં તેઓ ડરી ગયા હતા, આથી તેમને નીચે ઉતારી તેમને ચેક કરતા તેમની પાસેથી રોકડ રૂપિયા મળી આવ્યા હતા આમ ટીમ અપહરણકર્તાને ઝડપી લેવામાં સફળ થઈ હતી.



ટ્રકમાંથી પકડાયેલા બંન્ને આરોપીને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી તેમની પુછપરછમાં ખબર પડી કે એકનું નામ વિપુલ આલ અને બીજાનું નામ ધર્મેન્દ્ર પરમાર છે તેઓ પણ સુરેન્દ્રનગરના રહેવાસી છે, વિપુલ આલ અને તેના મિત્ર સીકંદરને દેવુ થઈ ગયુ હતું અને સીકંદર સમીરનો સગો થતો હોવાને કારણે સીકંદરને ખબર હતી કે સમીરના પિતા પૈસાપાત્ર છે આથી જો સમીરનું અપહરણ કરવામાં આવે તો પૈસા મળે તેમ છે આથી આથી વિપુલ અને સીકંદરે અપહરણની યોજના બની હતી જો કે આ કામમાં વધુ માણસોની જરૂર હોવાને કારણે તેમણે પોતાના બે મિત્ર અને ધર્મેન્દ્ર પરમાર અને નીલેશ બારને પણ પૈસા મળશે તેમ જણાવી આ કામમાં સાથે લીધા હતા.,

- Advertisement -

બનાવના દિવસે અગાઉથી નક્કી થયા પ્રમાણે સમીર-સલીમની સાથે સીકંદર અને ડ્રાઈવર જગદીશ નિકળ્યા હતા પણ વાસણા આવતા સીકંદરે પોતાને કામ છે કહી તે ત્યાં ઉતરી ગયો હતો અને જગદીશને પણ ઉતારી દીધો હતો સમીર અને સલીમ પોતાના મિત્ર મળવા વસ્ત્રાલ રવાના થયા હતા ત્યાર બાદ તેઓ આ યુવાનો વસ્ત્રાલ મેદાનમાં બેઠા હતા ત્યારે વિપુલ આલ અને નીલેશ બાર ત્યાં પહોંચ્યા હતા અને સમીર-સલીમને દારૂનો ધંધો કરો છો તેમ જણાવી ધમકી આપી તેમની જ કારમાં તેમનું અપહરણ કર્યુ હતું., જો કે કાયમ ગુનેગાર માનતો હોય છે કે તે કયારે પકડાશે નહીં પરંતુ ઈન્સપેકટર અશરફ અને તેમની ટીમ રંગ લાવી અને સમીર સલીમને બચાવી તેમણે આરોપીઓને પકડી સફળળ ઓપરેશન પાર પાડયુ.

PART – 2 | સુરતમાં 4 વર્ષની બાળકી પિતા સાથે રામલીલા જોઈ રહી હતી અને ગાયબ થઈ ગઈઃ DCP વિધી ચૌધરી કઈ રીતે આરોપી સુધી પહોંચ્યા જાણો



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular