Sunday, May 19, 2024
HomeGeneralબાળક તો કોઈનું પણ હોય શ્રીમંતનું કે ગરીબઃ 30 ફુટ ઉંડાઈએ...

બાળક તો કોઈનું પણ હોય શ્રીમંતનું કે ગરીબઃ 30 ફુટ ઉંડાઈએ ફસાયેલા બાળકને આર્મી અધિકારીએ કેવી રીતે બહાર કાઢયુ જુવો વિડીયો

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણે જોયુ કે કોરાનાકાળમાં આમ જોવા જઈએ તો કોરાના કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ન્હોતો, પણ આપણો જીવ બચાવવા અને સંક્રમણ ઘટે નહીં તે માટે પોલીસ અધિકારીઓ અને જવાનોએ જે પ્રમાણે કામ કર્યુ તે દાદ માંગે તેવુ છે, આવી અનેક ઘટનાઓ રાજય અને દેશમાં બનતી હોય છે જેમાં કાયદો વ્યવસ્થા કરતા કોઈ માણસનો જીવ બચાવવો પોલીસની પ્રાથમિકતા હોય છે આવી જ એક ઘટના ધ્રાંગધ્રા તાલુકના દાદુપુર ગામે ઘટી હતી જેમાં એક બાળક બોરવેલમાં પડી ગયુ અને ત્રીસ ફુટે ફસાઈ ગયુ હતું આ બનાવની જાણકારી મળતા પોલીસ તો તરત દોડી આવી પણ સાધનો અને રેસ્કયુ ઓપરેશનની તાલીમનો અભાવ હોવાને કારણે આખરે આર્મીને જાણ કરવામાં આવતા સ્થળ ઉપર દોડી આવેલા આર્મી અધિકારી અને જવાનોએ પચ્ચીસ મિનીટમાં જ બાળકને સલામત રીતે બહાર કાઢયુ હતું.



મુળ છોટા ઉદેપુરના વતની મુન્નાભાઈ અને તેમના પત્ની કામ ધંધા માટે દુદાપુરમાં આવ્યા હતા જયા તેમનો ત્રણ વર્ષનો દિકરો શીવમ અચાનક નજરોથીમાંથી ઓઝલ થઈ ગયો, તેની શોધખોળ શરૂ કરી ત્યારે નજીકમાં આવેલા બોરવેલમાંથી તેનો રડવાનો અવાજ આવી રહ્યો હતો આથી મુન્નાભાઈ અને તેમના પત્ની ફાળ પડી કારણ હવે બોરવેલમાંથી શીવમને બહાર કેવી રીતે કાઢવો તેમણે રોકકળ શરૂ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમણે પોલીસને જાણ કરી હતી, થોડીવારમાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી પરંતુ બોરવેલમાંથી બાળક કાઢવાની તાલીમ અને સાધન નહીં હોવાને કારણે ધ્રાંગધ્રામાં આવેલા આર્મી કેમ્પની જાણ કરી મદદ માંગવામાં આવી,

થોડીવારમાં આર્મી કેમ્પમાંથી રેસક્યુ ટીમ-ડૉકટર અને એમ્બુલન્સ આવી પહોંચી હતી, તેમણે બોરવેલમાં તપાસ કરતા હાશકારો થયો કે બાળક જીવીત છે, પરંતુ ડર એવો હતો કે તેને રેસ્કયુ કરીએ તે પહેલા જો બોરવેલમાં ઓકસીઝન લેવલ ઘટે તો શીવમના જીવને જોખમ હતું એટલે પહેલા તરત બોરવેલમાં ઓકસીઝન સપ્લાય શરૂ કરી દેવામાં આવ્યો. આ પ્રકારની રેસક્યુ ઓપરેશનમાં માહિર આર્મી અધિકારી અને જવાનોએ શીવમને જરા પણ ધસરકો પડે નહીં અને તે સલામત બહાર આવે તેનું આયોજન કર્યુ અને 24 મિનીટમાં જ શીવમને સલામત રીતે બોરવેલમાંથી બહાર કાઢયો હતો, આ ઓપરેશનના આખરી તબ્બકામાં જયારે દોરી વડે શીવમને બહાર લાવી રહ્યા હતા ત્યારે તેના રડવાનો અવાજ સંભળાતા ત્યાં હાજર બધાનો જીવ તાળવે ચોટી ગયો હતો કે કયાંક કોઈ ભુલ થાય નહીં પણ ઈશ્વરે શીવમને બચાવી લેવાનો નિર્ણય કર્યો હતો.



શીવમ સલામત રીતે બહાર નિકળ્યો અને આર્મી અધિકારી તરત તેને એમ્બયુલન્સમાં ડૉકટરો સાથે હોસ્પિટલ લઈ ગયા હતા, જુઓ વિડીયો

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular