નવજીવન ન્યુઝ, અમદાવાદ : Karai Police Academy: ખાનગી કે સરકારી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ રજા મેળવવા માટે ખોટા બહાના કરતા હોય છે. પરંતુ જ્યાર તેઓ ખોટા બહાના બનાવતા ઝડપાઈ ત્યારે તેમની હાલત કફોડી બનતી હોય છે અને કેટલાક કિસ્સામાં તો નોકરીથી હાથ ધોવાનો વખત પણ આવતો હોય છે. આવો જ એક કિસ્સો ગુજરાત પોલીસના (Gujarat Police) તાલીમાર્થી સબ ઈન્સ્પેક્ટરનો સામે આવ્યો છે. જેમાં પી.એસ.આઈ.ને સગાઈનું ખોટુ બહાનું કરી રજા લેવાના કારણે ડીસમીસ (PSI dismisses) કરી દેવામાં આવ્યો છે, સાથે જ પી.એસ.આઈ. વિરૂધ્ધ બોગસ કાગળ ઉભા કરવા માટે ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
ગાંધીનગરના (Gandhinagar) કરાઈ ખાતે સ્થિત પોલીસ એકેડમીમાં PSI ની તાલીમ લઈ રહેલા પાલનપુરના સાંગરા ગામના રહેવાસી મુન્નાભાઈ આલને ડીસમીસ કરી દેવામાં આવ્યા છે. કારણ કે તેમમે પોતાની સગાઈ હોવાનું જણાવી તારીખ 01-12-23ના રોજ કરાઈ પોલીસ એકેડમીમાં રજાનો રિપોર્ટ રજુ કર્યો હતો. આ માટે PSI આલે પોતાની સગાઈની ખોટી કંકોત્રી પણ છપાવી હતી અને તેને રજા રીપોર્ટમાં જોડી હતી. પરંતુ એકેડેમીના ધ્યાને આવ્યું હતું કે કંકોત્રીમાં માત્ર કન્યાનું જ નામ લખેલું છે અને તેના માતા-પિતાનું નામ ગાયબ છે. આમ કંકોત્રી પર શંકા પેદા થતા તેના આધારે ઉંડાણ પૂર્વક તપાસના આદેશ થયા હતા અને તપાસમાં પી.એસ.આઈ. આલનો ભાંડો ફૂટી ગયો હતો.
મહત્વની વાત છે કે સગાઈની કંકોત્રી પર શંકા જતા આ મામલે પોલીસ એકેડેમીના ઈન્સપેક્ટર હરદેવસિંહ વાઘેલાએ તપાસ શરૂ કરી હતી. જેમાં તેમણે આરોપી પીએસઆઈ મુન્નાભાઈના ગામમાં પણ પુછપરછ કરી હતી. આ પુછપરછમાં પાડોશીઓના નિવેદનમાં ખુલાસો થયો હતો કે છેલ્લા 6 માસમાં કોઈ પણ પ્રકારનું સગાઈનું આયોજન થયું હોય તેવું તેમના ધ્યાને આવેલું નથી. આમ આ મામલાની તપાસ બાદ તાલીમ લઈ રહેલા પી.એસ.આઈ. મુન્નાભાઈ આલના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો હતો તેમના વિરૂધ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે ગુજરાત પોલીસ એક્ટની કલમ-145 મુજબ પોલીસ અધિકારી તરીકેના કામમાંથી મુક્તિ મેળવવા જાણીજોઈને ખોટી હકિકત જણાવી અને ખોટા દસ્તાવેજો રજૂ કરવા સબબ ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન ખાતે આરોપી મુન્નાભાઈ વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 465 અને 471 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796