Tuesday, June 30, 2026
HomeGeneralસુરેન્દ્રનગરના એક યુવાને યુક્રેનમાં ભારતીય એમ્બેસીની પોલ ખોલી, જુઓ Video

સુરેન્દ્રનગરના એક યુવાને યુક્રેનમાં ભારતીય એમ્બેસીની પોલ ખોલી, જુઓ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રશિયા યુક્રેન યુધ્ધ વચ્ચે યુક્રેનમાં ઘણા બધા ભારતિય નાગરિકો ફસાયા હોવાના અહેવાલ છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા છે. ભારત સરકાર અને તેના મંત્રીઓ મોટાપાયે પ્રયાસ કરી તેમને પરત લાવવા પ્રયાસો કરવાની વાતો કરે છે. પરંતુ ગુજરાતના આ યુવાનની આપવિતી સાંભળી સરકારના પ્રયાસોની વાતો માત્ર વાતો જ હોય તેવું દેખાય છે.

રાજ્યના સુરેન્દ્રનગરના મુળી તાલુકાના એક વતની હાલ યુક્રેનમાં ફસાયો છે. આ મહાવીરસિંહે વીડિયોમાં પોતાની આપવીતી વર્ણવી ભારત સરકારની પોલ ખોલી છે. વીડિયોમાં યુવાન જણાવે છે કે, ઈન્ડિયન એમ્બેસીએ અમને લવીવ શહેરમાંથી પોલેન્ડ બોર્ડર પર પહોંચવા જણાવ્યું હતું. સરકારે કોઈ વ્યવસ્થા કરી નહીં હોવા છતાં મહા મહેનતે અમે ટેક્સી અને લાંબુ અંતર પગપાળા ચાલી ત્યાં પહોંચ્યા હતા. યુવાનના કહેવા મુજબ આ હાલતમાં 500 જેટલા વિદ્યાર્થીઓ લવીવ શહેરમાં છે.

- Advertisement -



ભયાનક ઠંડી અને માઈનસ તાપમાનમાં પોલેન્ડ સરહદે સવાર સુધી ઉભા રહ્યાં પરંતુ અમને પોલેન્ડમાં પ્રવેશ મળતો ન હતો. ફરી બીજા દિવસે પણ અમે પ્રયાસ કર્યા પરંતુ અમે પોલેન્ડમાં પહોંચી ન શક્યા. ત્યાં કોઈ પણ ભારતીય એમ્બેસીના અધિકારી હાજર ન હતા. બીજી રાત ત્યાં કોઈ પણ રીતે ભૂખ્યા તરસ્યા પસાર ન થઈ શકે તેમ હોય અમે અમે પરત લવીવ શહેર આવી ગયા છીએ. હજુ લવીવ પર હુમલો નથી થયો પરંતુ આગળનો ભરોસો નથી.

- Advertisement -

મહાવીરસિંહ ભારતીય એમ્બેસીને અપિલ કરે છે કે, અમને ભારત સરકાર અહિંથી બસની વ્યવસ્થા કરે અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવે. પોલેન્ડ બોર્ડર ખુલ્લી ન હતી છતાં પણ અમને ભારતિય એમ્બેસીએ કેમ ખોટા ન્યૂઝ ફેલાવ્યા તેવો સણસણતો સવાલ યુવાને કર્યો હતો. સાથે જ યુવાને વિનંતીના સ્વરમાં કહ્યું છે કે ભારત સરકાર અમારા માટે કંઈક કરે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular