Tuesday, June 30, 2026
HomeGujaratહવે કેવી છે 'કચ્ચા બાદામ' સિંગરની હાલત? કાર શીખતાં થયો હતો એક્સીડેન્ટ

હવે કેવી છે ‘કચ્ચા બાદામ’ સિંગરની હાલત? કાર શીખતાં થયો હતો એક્સીડેન્ટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મુંબઈઃ કચ્ચા બાદામ ગીત હાલ સોશિયલ મીડિયા પર કેવું છવાયેલું છે તે આપ જાણો છો. આ સિંગર ભુવન બડ્યાકર સોમવારે રોડ એક્સીડેન્ટમાં ઘાયલ થયો હતો. ભુવન ત્યારે કાર શીખી રહ્યો હતો. અકસ્માતમાં ભુવનની છાતીમાં ઈજા પહોંચી હતી અને તેને પશ્ચિમ બંગાળના બીરભૂમ સ્થિત સરી સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હવે ભુવનની હાલતને લઈને અપડેટ્સ મળ્યા છે.



માહિતી પ્રમાણે ઈજા થવાના કારણે તે થોડો ડરમાં હતો, જોકે ભુવનને શરીરમાં કોઈ પ્રકારની દર્દ કરતી ઈજા નથી. એક્સ રે અને સીટી સ્કેન રિપોર્ટમાં પણ ચિંતાની કોઈ વાત નથી તેવી ખબર પડી છે. ડોક્ટર્સે ભુવનને આરામ કરવાની સલાહ આપી છે. હાલ ઘર પર તે પાછા આવી ગયો છે. ભુવને કહ્યું કે ઠીક થઈ જતા જ તે ગાવાનું શરૂ કરી દેશે.

કચ્ચા બાદામ ગીત ગાઈને વાયરલ થનાર ભુવન બડ્યાકર રાતો રાત ઈંટરનેટ સેંસેશન બની ગયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર લગભગ દરેક શખ્સે તેના ગીત પર બનતી રિલ્સ જોઈ છે અને ઘણા બનાવી પણ રહ્યા છે. ભુવન બીરભૂમ જિલ્લાના વિવિધ ગામમાં કચ્ચા બદામ ગીત ગાઈને મગફળી વેચતો હતો. ઈંડિયા ટુડેના એક ઈંટરવ્યૂમાં ભુવને પોતાની હાલત અંગે વાત કરતાં કહ્યું હતું કે, હું હવે એક સેલેબ્રીટી બની ગયો છું. એવામાં જો સેલેબ્રીટીના રૂપમાં મને મગફળી વેચવી પડે તો આ ઘણી શર્મની વાત હશે. હું એક કલાકાર બની રહેવા માગું છું. ભુવન કે છે કે, મારા પડોશીઓએ કહ્યું કે મને વધુ બહાર ન જવું જોઈએ કારણ કે મને કોઈ કિડનેપ કરી શકે છે.

- Advertisement -

ભુવને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કાચા બદામ ગીત બનાવ્યું. તે પરિવારનું પેટ પાલવવા માટે રોજ 3થી 4 કિલો મગફળી વેચી 200થી 300 રૂપિયા સુધી કમાતો હતો. કાચા બદામ પછી ભુવન બડ્યાકરને એક મ્યૂઝિક કંપનીએ 3 લાખનો ચેક પણ આપ્યો હતો.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular